By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    10 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh Anti-quota Protests: બાંગ્લાદેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, સમગ્ર દેશમાં કર્ફયૂ લદાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh Anti-quota Protests: બાંગ્લાદેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, સમગ્ર દેશમાં કર્ફયૂ લદાયો

agragujaratnews
Last updated: 2024/07/20 at 12:03 PM
2 years ago
Share
Bangladesh Anti-quota Protests:  બાંગ્લાદેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, સમગ્ર દેશમાં કર્ફયૂ લદાયો
SHARE

  • બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈ છેલ્લા ઘણા દિવસોથી હિંસક વિરોધ પ્રદર્શન
  • ગત રોજ ટોળાએ બાંગ્લાદેશની સરકારી ટીવી ચેનલનમાં તોડફોડ કરીને આગચંપી કરી હતી
  • વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશમાં કર્ફ્યૂની જાહેરાત કરી
પાડોશી દેશ બાંગ્લાદેશમાં અનામત પ્રથાને લઈ થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદની સ્થિતિને જોતા વડાપ્રધાન શેખ હસીનાએ રાષ્ટ્રવ્યાપી કર્ફયૂની જાહેરાત કરી છે. જેથી સરકારી નોકરીઓમાં અનામત પ્રથામાં સુધારાની માંગને લઈ ઘણા દિવસોથી ચાલતા વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૈન્યદળોની તૈનાતીની આદેશ આપી દીધા છે. ગત રોજ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. 
ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગને લઈને ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દરમિયાન, શુક્રવારે પોલીસ અને સુરક્ષા અધિકારીઓએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો અને ટીયર ગૅસના શેલ છોડ્યા. હિંસક વિરોધ વચ્ચે ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. રાજધાની ઢાકા અને અન્ય કેટલાક સ્થળોએ દેખાવો થોડા અઠવાડિયા પહેલા શરૂ થયા હતા, પરંતુ તેણે સોમવારથી વેગ પકડ્યો હતો. આ વિરોધ પ્રદર્શનો બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માટે સૌથી મોટો પડકાર છે. અહેવાલો અનુસાર, આ વિરોધને કારણે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મોત થયા છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળો તૈનાત
વિરોધીઓ પર ગોળીબારની ઘટના ત્યારે બની જ્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દેશમાં “સંપૂર્ણ બંધ” બોલાવવાનો પ્રયાસ કર્યો. મૃત્યુઆંકની પુષ્ટિ કરવા માટે અધિકારીઓનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો નથી. આ અરાજકતાએ બાંગ્લાદેશના શાસન અને અર્થતંત્રમાં તિરાડો અને સારી નોકરીઓના અભાવનો સામનો કરી રહેલા યુવા સ્નાતકોની હતાશાને ઉજાગર કરી છે. કેમ્પસ બંધ કરવા અને વિરોધ પ્રદર્શનને રોકવા માટે સરકારે રાજધાનીમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોને તૈનાત કર્યા છે.
અનેક સેવાઓ ખોરવાઈ
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં તમામ મેળાવડા અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રીથી જ રાજધાની ઢાકામાં ઈન્ટરનેટ સેવાઓ અને મોબાઈલ ડેટા વ્યાપકપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ કામ કરી રહ્યા ન હતા. ઈન્ટરનેટ આઉટેજ હતું જેણે વિશ્વભરની ફ્લાઇટ્સ, બેંકો, મીડિયા આઉટલેટ્સ અને કંપનીઓને વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ બાંગ્લાદેશમાં વિક્ષેપ અન્યત્ર કરતાં ઘણો વધુ હતો.

શું છે આંદોલનકારીઓની માંગ
ઉલ્લેખનીય છે કે, વર્ષ-1971માં પાકિસ્તાન સામેની આઝાદીની લડાઈમાં લડનારા નાયકોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની કેટલીક નોકરીઓ અનામત રાખવાની વ્યવસ્થા વિરુદ્ધ પ્રદર્શનકારીઓ ઘણા દિવસોથી રેલીઓ કરી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે સિસ્ટમ ભેદભાવપૂર્ણ છે અને વડા પ્રધાન શેખ હસીનાના સમર્થકોને લાભ આપે છે, જેમની અવામી લીગ પાર્ટીએ મુક્તિ ચળવળનું નેતૃત્વ કર્યું હતું. વિદ્યાર્થીઓ ઇચ્છે છે કે તેને મેરિટ આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવે.  અનામત પર શા માટે બબાલ થઈ ? બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં કુલ 56 ટકા અનામતની વ્યવસ્થા છે. આમાં 30 ટકા અનામત વર્ષ-1971 યુદ્ધમાં બાંગ્લાદેશની આઝાદી માટે લડેલા સ્વાતંત્ર્ય સેનાઓના બાળકો અને પરિવાર માટે 10 ટકા, વહીવટી જિલ્લા માટે 10 ટકા, મહિલાઓ માટે 5 ટકા, લઘુમતીઓ માટે પાંચ આ ઉપરાંત દિવ્યાંગજનો માટે એક ટકા સરકારી નોકરીમાં

અનામતની પ્રથા અમલમાં છે.
વડાપ્રધાન શેખ હસીનાએ પ્રદર્શનકારીઓની હત્યાને વખોડી બાંગ્લાદેશના વડાપ્રધાન હસીનાએ ગુરુવારે રાત્રે વિરોધીઓની “હત્યા”ની ટીકા કરી અને પ્રતિજ્ઞા લીધી કે જવાબદારોને તેમના રાજકીય જોડાણને ધ્યાનમાં લીધા વિના સજા કરવામાં આવશે.

ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી
બાંગ્લાદેશની સ્થિતિને જોતા ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને ભારતીય લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓને સાવધાની વર્તવાનું કહેવાયું છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં રહેતા ભારતીયોને પોતાના રૂમમાંથી બહાર નહીં જવાની સલાહ આપી છે. ઉપરાંત કહેવાયું છે કે ભારતીય હાઈ કમિશનરના સંપર્કમાં રહે. વળી ઈમરજન્સી નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
રાજકોટ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

Editor By Editor 5 days ago
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?