- બાંગ્લાદેશ આર્મી ચીફનું મોટું નિવેદન આવ્યું સામે
- ભીડ એકઠી થતા શેખ હસીનાએ દેશ છોડવા લીધો નિર્ણય
- લોકોના જીવની રક્ષા કરવી જરૂરી છે અને અધિકારીઓને ધીરજ રાખવો
બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શન રોકવામાં નિષ્ફળ રહેલ આર્મી ચીફનું મોટું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાં શેખ હસીનાના દેશ છોડ્યાની આગલી રાત્રે આર્મી ચીફ તેમના જનરલો સાથે બેઠક કરી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, સેના કર્ફ્યુ લાગૂ કરવા માટે નાગરિકો ઉપર ગોલીઓ ચલાવશે નહીં. આ જાણકારી રોયટર્સને બે અધિકારીઓએ આપી છે. એક ભારતીય અધિકારીના જણાવ્યા અનુસાર ત્યારબાદ જનરલ વકાર-ઉજ-જમાને હસીનાના કાર્યાલયનો સંપર્ક કર્યો અને પ્રધાનમંત્રીને જણાવ્યું કે, તેમના સૈનિક કર્ફ્યુ લાગૂ કરવામાં અસમર્થ રહેશે. અધિકારીને સંદેશ સ્પષ્ટ હતો કે, હસીનાને હવે સેનાનું સમર્થન મળશે નહીં.
હિંસક પ્રદર્શનને જોતા સૈનિકોમાં ગભરાટ જોવા મળ્યો
રોયટર્સે શેખ હસીનાના શાસનકાલ દરમિયાન 48 કલાકની સમગ્ર માહિતી માટે બાંગ્લાદેશમાં 4 સેવા આપતા સેનાના અધિકારીઓ અને 2 અન્ય જાણકારો સહિત 10 લોકો સાથે વાત કરી હતી. સેવા નિવૃત બ્રિગેડિયર જનરલ એમ. સખાવત હુસૈને કહ્યું કે, હિંસક પ્રદર્શનને જોતા સૈનિકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. આ કારણે જ આર્મી ચીફ પર દબાણ હતું. કારણ કે સૈનિકો બહાર હતા અને તેઓ જોઈ રહ્યા હતા કે શું થઈ રહ્યું છે.
લોકોના જીવની સુરક્ષા કરવી જરૂરી
સેનાના પ્રવક્તા ચૌધરીએ કહ્યું કે, જનરલે કહ્યું કે લોકોના જીવની રક્ષા કરવી જરૂરી છે અને અધિકારીઓને ધીરજ રાખવા કહ્યુ હતું. આ પહેલો સંકેત હતો કે બાંગ્લાદેશમાં આર્મી હિંસક વિરોધને રોકવા માટે બળનો પ્રયોગ નહીં કરે, જેનાથી હસીના અસુરક્ષિત થઈ જશે. બ્રિગેડિયર જનરલ મોહમ્મદ શાહદુલ અનમ ખાન જેવા નિવૃત્ત વરિષ્ઠ સૈનિકો તે લોકોમાં શામેલ હતા અને જેઓ સોમવારે કર્ફ્યુનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાને કહ્યું કે, સેનાએ અમને રોક્યા નહીં. સેનાએ જે વચન આપ્યું હતું તે કર્યું.
પીએમના આવાસની બહાર ભીડ જોઈને હસીના ભાગવા લાગી
સોમવારે કર્ફ્યુના પહેલા દિવસે હસીના પીપલ્સ પેલેસમાં છુપાઈ રહી હતી. બહાર શહેરના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. નેતાઓના આહ્વાન પર શહેરમાં પ્રદર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો માર્ચ કરવા એકઠા થયા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર થઈ જવાના કારણે 76 વર્ષીય નેતાએ સોમવારે સવારે દેશ છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો.
આખરે શેખ હસીનાએ દેશ છોડવાનો નિર્ણય કર્યો
બાંગ્લાદેશના એક સૂત્રના જણાવ્યા અનુસાર હસીના અને તેની બહેન જે લંડનમાં રહે છે તે ઢાકામાં હતી. તેઓએ આ બાબતે ચર્ચા કરી અને બપોરે જ ભારત જવા રવાના થઈ ગયેલ. ખુબ જ ઓછા સમયમાં તેઓએ ભારત આવવાની પરવાનગી માંગી હતી.


