- બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાની મુશ્કેલી વધી
- શેખ હસીના સામે નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનાના આરોપ લાગ્યા
- અવામી લીગના સહયોગી સંગઠન પણ તપાસના દાયરામાં
બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલે પૂર્વ પીએમ શેખ હસીના અને અન્ય નવ લોકો સામે નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનાના આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. શેખ હસીના સામે આ આરોપ 15 જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી તેઓની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના વ્યાપક આંદોલન દરમિયાન થયેલી ઘટનાઓને લઈને છે. શેખ હસીના અવામી લીગના મહાસચિવ, પૂર્વ માર્ગ અને પરિવહન અને પુલ મંત્રી, ગૃહમંત્રી, પાર્ટીના બીજા પ્રમુખ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.
તપાસમાં દાયરામાં અવીમી લીગના સહયોગી જૂથ
મળતી માહિતી અનુસાર, ફરિયાદકર્તાના વકીલે ફોજદારી ટ્રિબ્યુનલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. અરજીમાં શેખ હસીનાની આગેવાની ધરાવતી અવીમી લીગ અને તેના સહયોગી સંગઠનોના પણ નામ છે. નવમા ધોરણના વિદ્યાર્થીના પિતાએ આ અરજી કરી છે. અનામત વિરોધી વિદ્યાર્થી દેખાવો દરમિયાન મોત થયું હતું.
હિંસક કાર્યવાહી કરવાનો આરોપ
અરજદારે પોતાની અજીમાં પૂર્વ પીએમ શેખ હસીના અને વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસક કાર્યવાહી કરવાનો આરોપ લાગ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે એક જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી થયેલી હત્યા, નરસંહાર, આગચંપી, અરાજકતાના કેસોની સુનાવણી આંતરરાષ્ટ્રીય ફોજદારી ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવેલા જાહેરાત હતી.
સંયુક્ત રાષ્ટ્રની ટીમ બાંગ્લાદેશ જશે
તમને એ પણ જણાવી દઈએ કે ગત અઠવાડિયે શેખ હસીનાના રાજીનામા પહેલા અને પછી થયેલા દેખાવકારોની હત્યાની તપાસ કરવા સંયુક્ત રાષ્ટ્રની એક ટીમ ટૂંક સમયમાં બાંગ્લાદેશની મુલાકાત લેશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે ‘X’ પર લખ્યું, “યુએન માનવાધિકારના વડા વોલ્કર તુર્કે બુધવારે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે ફોન પર વાત કરી.” વોલ્કરે ફોન પર યુનુસને કહ્યું, “યુએનની એક ટીમ તપાસ (હત્યા) માટે દેશની મુલાકાત લેશે.”


