- વડાપ્રધાન શેખ હસીના પૂર્વ નોકર પાસેથી મળી અઢળક સંપત્તિ
- શેખ હસીના પૂર્વ નોકર પાસે 284 કરોડ રુપિયાની સંપતિ છે
- પીએમ શેખ હસીનાના પૂર્વ નોકર હેલિકોપ્ટરથી મુસાફરી કરે છે
બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના ઉગ્ર વિવાદ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ કાર્યવાહી કરવાની વાત કરી છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં શેખ હસીનાના ભૂતપૂર્વ નોકરનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર તેમના નોકર પાસે 284 કરોડ રુપિયાની સંપતિ છે. આટલું જ નહીં તેની પાસે એક ખાનગી હેલિકોપ્ટર પણ છે તે ગમે ત્યાં મુસાફરી કરવા માટે કરે છે. અન્ય આરોપીઓમાં ભૂતપૂર્વ આર્મી ચીફ, ભૂતપૂર્વ પોલીસ વડા, વરિષ્ઠ ટેક્સ અધિકારી અને રાજ્ય ભરતી અધિકારીનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ શેખ હસીનાના જે નોકરની વાત કરવમાં આવે છે તેનું નામ જહાંગીર આલમ છે. તે હસીનાના ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પાણી પિવડાવતો હતો. આ અંગે શેખ હસીનાએ માહિતી આપતા કહ્યું છે કે, ભ્રષ્ટાચાર જૂની સમસ્યા છે. આ ભૂલો સાફ કરવી જોઈએ. અમે તાત્કાલીક ઓરોપી પર કાર્યવાહીના આદેશ આપ્યા છે.
એક બાંગ્લાદેશીને કમાવવામાં 13000 વર્ષ લાગશે
શેખ હસીનાના નોકર પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિ મેળવવામાં સરેરાશ બાંગ્લાદેશીઓને 13,000 વર્ષથી વધુ સમય લાગશે. વિશ્વ બેંક અનુસાર, લગભગ 17 કરોડ લોકોની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં માથાદીઠ સરેરાશ જીડીપી $2,529 (રૂ. 2.11 લાખ) છે. હસીનાએ નોકરની ઓળખ જાહેર કરી ન હતી, પરંતુ કેટલાક બાંગ્લાદેશી અખબારોએ તેનું નામ જહાંગીર આલમ તરીકે દર્શાવ્યું હતું,
વિપક્ષના નિશાના પર શેખ હસીના
એક અહેવાલ અનુસાર નોકરે હસીનાની ઓફિસમાં ‘લોબિંગ, ટેન્ડરની હેરાફેરી અને લાંચ’ માટે તેના પદનો ઉપયોગ કર્યો હતો. હસીનાના નોકરની કમાણીના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા બાદ વિપક્ષી દળોએ પણ તેનો ઉપયોગ તેમની સરકારને ઘેરવા માટે કર્યો છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના પ્રવક્તા AKM વહિદુઝમાને કહ્યું, ‘જો શેખ હસીનાના પટાવાળા આટલા પૈસા કમાઈ શકે છે, તો તમે કલ્પના કરી શકો છો કે તેના બોસે કેટલી કમાણી કરી હશે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેના ગુના માટે કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
વરિષ્ઠ અધિકારીઓ તપાસ હેઠળ
આ વર્ષે મે મહિનામાં, ઘણા હાઈ પ્રોફાઇલ ભ્રષ્ટાચાર કૌભાંડોએ શેખ હસીનાના 15 વર્ષથી વધુ લાંબા શાસનને સ્પોટલાઇટમાં મૂક્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી પંચે પૂર્વ રાષ્ટ્રીય પોલીસ વડા બેનઝીર અહેમદ સામે તપાસ શરૂ કરી છે. તેમની સામે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો આરોપ છે. અહેમદ એક સમયે હસીનાના નજીકના ગણાતા હતા. તેમણે આરોપોને ફગાવી દીધા હતા. ટોચના સ્થાનિક અખબારોએ રાજધાની ઢાકાના ભૂતપૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી કમિશને મિલકતો ફ્રીઝ કરવાનો અને ઘણા ટોચના કર અધિકારીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે તેઓ પર લાખો ડોલરની ઉચાપત કરવાનો આરોપ છે.


