- બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના છે ભારતમાં
- બાંગ્લાદેશના પીએમ તરીકે આપ્યુ રાજીનામુ
- સૈન્ય હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા ભારત
હાલ દેશમાં કોઇ ચર્ચિત મુદ્દો છે તો બાંગ્લાદેશ. ત્યાના પીએમ પદેથી શેખ હસીનાએ રાજીનામુ આપી દીધું. મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશની સેનાએ પીએમ શેખ હસીનાને રાજીનામુ આપીને દેશ છોડવા માટે 45 મિનિટનો સમય આપ્યો હતો. કારણ કે પીએમ આવાસમાં પ્રદર્શનકારીઓ ઘુસી આવ્યા હતા. જેથી તેઓ સત્વરે સૈન્ય હેલિકોપ્ટર દ્વારા ભારત આવવા રવાના થયા હતા. ત્યારે આવો જાણીએ શેખહસીનાની સંપત્તિ વિશે.
300થી 288 બેઠક પર જીત
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાની હાલ ચોથી ટર્મ પર હતા. છેલ્લી ચૂંટણીમાં બાંગ્લાદેશ અવામી લીગે 300માંથી 288 બેઠક પર જીત મેળવી હતી. જીત બાદ તેમણે એમ પણ કહ્યું હતું કે આ તેમને છેલ્લો કાર્યકાળ હશે કદાચ તેમને બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ વિશે પહેલેથી જ ખ્યાલ આવી ગયો હતો. તેમની સેલરીની વાત કરીએ તો વર્ષે તેમનો પગાર 9,92,922 રૂપિયા હતો. મહિને તેમને 86હજાર રૂપિયા સેલરી મળતી. આ ઉપરાંત તેઓ ખેતીમાંથી પણ સારી આવક મેળવે છે.
કેટલી મળે છે સેલરી ?
ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ 4 કરોડ 36 લાખ છે. વર્ષ 2022માં તેણે 1 કરોડ 7 લાખની કમાણી કરી હતી અને તેનો નોંધપાત્ર હિસ્સો કૃષિ ક્ષેત્રમાંથી આવે છે. 2018ની સરખામણીમાં કૃષિમાંથી તેમની આવકમાં અનેકગણો વધારો થયો છે. શેખ હસીનાના ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રમાણે તેમની આવક 1 કરોડ 91 લાખ રૂપિયા છે. વિવિધ ‘સિક્યોરિટીઝ’માંથી તેમની આવકમાં પણ વધારો થયો. આ સ્થિતિમાં તેની આવક બમણી થઈ ગઈ છે. તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા ચાર વર્ષમાં તેણે કુલ 75 લાખ રૂપિયાના ફિક્સ્ડ ડિપોઝિટ અને સેવિંગ્સ બોન્ડ્સ ખરીદ્યા છે.
આટલી છે જમીન
સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી મુજબ તેમના નામે 6 એકર ખેતીની જમીન છે. તેઓ માછીમારીમાંથી પણ કમાણી કરે છે. તેમની પાસે ગિફ્ટમાં આવેલી એક કાર પણ છે. જ્યારે તેમની શૈક્ષણિક લાયકાત બી.એ. કરેલુ છે.
વિદ્યાર્થી કાળથી રાજકારણમાં સક્રિય
ઉલ્લેખનીય છે કે શેખ હસીના બાંગ્લાદેશના સંસ્થાપક અને પ્રથમ રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના પુત્રી છે. હસીનાએ 1968માં એમ.એ વાજેદ મિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમના પતિનું 2009માં અવસાન થયું હતું. તેણીના વિદ્યાર્થી જીવન દરમિયાન, તે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતા. ત્યારબાદ તેમણે વર્ષો સુધી પીએમ પદ સંભાળ્યું.


