- સેન્ટ માર્ટિન દ્વીપ નવ કિલોમીટર લાંબો છે જે ભૌગોલિક રીતે બધાને અનુકૂળ છે
- શેખ હસીનાએ સેન્ટ માર્ટિન આઈલેન્ડને લઈ કાવતરાનો ખુલાસો કર્યો
- સેન્ટ માર્ટિન ટાપુ વ્યૂહાત્મક મહત્વ ધરાવતો હોવાથી અમેરિકાનો આની પર ડોળો હતો
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ પોતાની સરકારના પતન પાછળ પ્રથમવાર નિવેદન આપ્યું છે. તેઓએ પોતાના દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા કરવા અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. પોતાના સહયોગીઓને મીડિયાથી મોકલેલા સંદેશમાં હસીનાએ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ સેન્ટ માર્ટિન દ્વીપ નહીં સોંપવાને લીધે તેને સત્તાથી દૂર તગેડવામાં આવી છે. હસીનાએ જણાવ્યું કે, મેં રાજીનામું આપ્યું જેથી મારે લાશોના ઢગલા ન જોવા પડે. હું સત્તામાં રહી હોત જો મેં સેન્ટ માર્ટિન દ્વીપ અમેરિકાની સામે સમર્પિત કરી દીધો હોત.
હવે સવાલ ઉઠે છે કે આખરે અમેરિકા દૂરના અંતરે આવેલા બંગાળની ખાડીમાં એક નાનકડા દ્વીપની પાછળ કેમ પડયું છે અને એને લેવા માટે તેને શું ફાયદો થવાનો છે? સેન્ટ માર્ટિન દ્વીપ બંગાળની ખાડીના ઉત્તર-પૂર્વ ભાગમાં એક નાનકડો આઈલેન્ડ છે. જે કોકસ બજારના આગળના ભાગથી નવ કિલોમીટર દક્ષિણમાં છે અને બાંગ્લાદેશના સૌથી દક્ષિણ છેડાનું નિર્માણ કરે છે. હજારો વર્ષ અગાઉ આ દ્વીપ ટેકનાફ પ્રાયદ્વીપનો કેટલોક ભાગ જળમગ્ન થયો હતો અને આ સૌથી દક્ષિણી હિસ્સો બાંગ્લાદેશની મુખ્ય ધરતીથી અલગ થયો છે અને એક દ્વીપ બની ગયો છે. આ દ્વીપને સૌથી પહેલા 18મી સદીમાં અરબ વેપારીઓએ વસાવ્યો હતો. તેઓ આનું નામ જજીરા રાખ્યું હતું.
બ્રિટિશન શાસન દરમ્યાન આ દ્વીપનું નામ ચટગાંવના તત્કાલીન ડેપ્યુટી કમિશનરના નામ પર સેંટ માર્ટિન દ્વીપ રખાયું હતું. સ્થાનિક લોકો આ દ્વીપને બંગાળી ભાષામાં નારિકેલ જિંજિરા કહે છે. જેનો અંગ્રેજીમાં અર્થ છે કે કોકોનટ આઈલેન્ડ. આ બાંગ્લાદેશનો એકમાત્ર કોરલ આઈલેન્ડ છે. અમેરિકા નવ કિલોમીટર લાંબા અને 1.2 કિલોમીટર પહોળા દ્વીપ પર એટલે કબ્જો કરવા માગે છે કે અહીં એરબેઝ બનાવી શકે જે તેને બંગાળની ખાડી અને હિંદ મહાસાગર પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા સક્ષમ બનાવશે. સેંટ માર્ટિન દ્વીપ જૈવ વિવિધતા, પર્યાવરણ, માછીમારી, પર્યટન સહિત ઘણા કારણોથી મહત્ત્વનો છે. જિયો પોલિટિક્સમાં પણ આ ક્ષેત્રનું ખૂબ વધુ મહત્ત્વ છે.
સેન્ટ માર્ટિન ટાપુ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે
સેન્ટ માર્ટિનનું ભૌગોલિક સ્થાન એવું છે કે વિશ્વના ગમે ત્યાંથી સમુદ્ર માર્ગે સરળતાથી પહોંચી શકાય છે. તેથી તે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી, સેન્ટ માર્ટિન ટાપુ પરથી બંગાળની ખાડી અને આસપાસના સમગ્ર દરિયાઈ વિસ્તાર પર નજર રાખી શકાય છે. આ દૃષ્ટિકોણથી સેન્ટ માર્ટિન બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જ સમયે, દક્ષિણ એશિયા એ સુનિશ્ચિત કરે છે કે ભૂ-રાજનીતિમાં શક્તિનું સંતુલન જાળવવામાં આવે. બંગાળની ખાડી દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે પુલ તરીકે કામ કરી રહી છે. પરિણામે, આ પ્રદેશ ભૌગોલિક રાજનીતિના દેશો સાથે વેપાર માર્ગો દ્વારા સંબંધો સ્થાપિત કરવા માટે ખૂબ અનુકૂળ છે.
શેખ હસીનાએ કાવતરાનો ખુલાસો કર્યો
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ અગાઉ પણ મ્યાનમાર અને બાંગ્લાદેશનો કેટલોક હિસ્સો પૂર્વી તિમોર જેવો કોઈ એક ખ્રિસ્તી દેશ બનાવવાના કાવતરાની વાત કરી હતી. જો કે તેને ભારતનું નામ નહોતું લીધું. આ સિવાય હસીનાએ અમેરિકા પર આરોપ મૂક્યો છે કે, ચીન સામે પહેલ કરવા હસીના સરકાર પર દબાણ નાખે છે.
સેંટ માર્ટિન આઈલેન્ડમાં આશરે 3 હજારથી વધુ લોકો રહે છે
બાંગ્લાદેશના જે દ્વીપની વાત કરવામાં આવી રહી છે તેના વહીવટી કામકાજને જોતા આ આઈલેન્ડ પર નવ ગામ છે. આશરે 3700 લોકો રહે છે જેઓ માછીમારી કરી જીવન ગુજારે છે. અહીંના મુખ્ય પાક ચોખા, નારિયેળ છે. આ દ્વીપ પર હંગામી ઝૂંપડીઓ છે. બંગાળની ખાડીમાં વરસાદની સિઝનમાં ખતરનાર સ્થિતિને લીધે સેંટ માર્ટિન દ્વીપ ભૂમિથી કપાઈ જાય છે.
સેંટ માર્ટિન આઈલેન્ડ વીજળી માટે સૌર ઊર્જા પર નિર્ભર
સેંટ માર્ટિન આઈલેન્ડ સુધી પહોંચવા એકમાત્ર રસ્તો સમુદ્ર છે. કોકસ બજાર અને ટેકનાફથી નાવડી ચાલે છે. આ બાંગ્લાદેશનો સૌથી દક્ષિણના છેવાડામાં આવેલો હિસ્સો છે, જે કોકસ બજાર શહેરથી 120 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં આવેલો છે. વર્ષ-1991માં આવેલા તોફાન પછી બાંગ્લાદેશ નેશનલ ગ્રીથી સેંટ માર્ટિન આઈલેન્ડ પર વીજળીનો પુરવઠો નથી મળી રહ્યો. રાત્રે સૌર ઊર્જા પર નિર્ભરતા છે. જે દ્વીપ પર લોકપ્રિય છે.


