- બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં બની ઘટના
- જેટમાં સવાર 2 પાયલટમાંથી 1નું મોત
- નદીમાં પડતા પહેલા 1 આંટો માર્યો હતો
બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ગુરુવારે એક ટ્રેનર ફાઈટર જેટ નદીમાં એક દુર્ઘટનાનો શિકાર બન્યું. મળી રહેલી માહિતિ પ્રમાણે આ વિમાનમાં 2 પાયલટ હતા અને તેમાંથી 1નું મોત થયું છે. ઘટનાના આધારે સામે આવી રહેલી માહિતિમાં જાણવા મળ્યું છે કે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હતી. નદીમાં વિમાન પડ્યું તે પહેલા તેણે એક આંટો માર્યો હતો. મળતી માહિતિ અનુસાર જેટના બોડી પાર્ટ્સ થોડા થોડા કરીને તૂટતા જોવા મળ્યા. આ સાથે જ જેટમાં સવાર 32 વર્ષના સ્કાડ્રન લીડર અસીમ જવાદનું નેવી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
ટ્રેનર ફાઈટર જેટ ક્રેશ
ઘટનાની જે માહિતિ સામે આવી રહી છે તેમાં બાંગ્લાદેશ વાયુ સેનાનું YAK130 ટ્રેનર ફાઈટર જેટ સવારે લગભગ સવારે 10.25 વાગે ટ્રેનિંગ બાદ બેસ પર આવ્યું ત્યારે તે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. તેમાં વિંગ કમાન્ડર સોહન હસન ખાન અને સ્ક્વોર્ડન લીડર અસીમ જવાદ ફ્લાઈટમાં સવાર હતા. જેટથી બહાર નીકળવામાં તે સફળ રહ્યા, પાયલટને પેરાશૂટથી ઉતરી ગયા હોય તેવું સામે આવ્યું છે.
ઘટનાની તપાસ માટે કમિટીની રચના કરાઈ
મળતી માહિતિ અનુસાર નદીમાં ઉતરેલા 2 પાયલટને વાયુસેના, નૌસેના અને સ્થાનિક માછીમારોએ બચાવ્યા. અસીમ જવાદને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તે સારવાર દરમિયાન બચી શક્યો નહીં. અન્ય એક માહિતિ અનુસાર પાયલટ વિમાનને એરપોર્ટની પાસે ગાઢ વસ્તીવાળા વિસ્તારથી થોડે દૂર લઈ જવામાં પાયલટ સફળ રહ્યા. આ દુર્ઘટનાની તપાસ માટે એક ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે.


