બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ લઘુમતીઓ અને અન્યો લોકો વિરુદ્ધ હિંસાની તપાસ કરવા માટે UNHRCની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ રાજધાની ઢાકા પહોંચી છે. સંયુક્ત રાષ્ટ્રનું આ પ્રતિનિધિમંડળ એક મહિના સુધી બાંગ્લાદેશમાં રહેશે. હિન્દુ લઘુમતી જૂથો દ્વારા બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિન્દુ સમુદાયના સભ્યો વિરુદ્ધ અત્યાચારની સતત રિપોર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત જમાત-એ-ઇસ્લામી અને અન્ય આ પ્રકારના અન્ય ચરમપંથી જૂથોના ઉદભવના પણ અહેવાલો આવ્યા છે.
હિંસા, તોડફોડ અને આગચંપીના પુરાવા રજૂ કરાશે
લઘુમતી અને અન્યો સામેના અત્યાચારોની તપાસ કરવા માટે બાંગ્લાદેશ આવેલ યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)નું પ્રતિનિધિમંડળ હિન્દુ લઘુમતી જૂથ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હિન્દુ જૂથોએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ પ્રતિનિધિમંડળને મળશે અને 1 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન થયેલી હિંસા, તોડફોડ અને આગચંપીના પુરાવા રજૂ કરશે.
UNની ટીમને મળવા માટે સમય માંગ્યો
બંગબંધુ ફાઉન્ડેશન વતી તેમણે UN પ્રતિનિધિમંડળને મળવા અને પુરાવા સાથે ફરિયાદો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. સંગઠને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવને પત્ર પણ લખ્યો છે. પત્રનો વિષય છે, ‘યોગ્ય ન્યાય માટે બાંગ્લાદેશમાં 15 જુલાઈથી 15 ઓગસ્ટ 2024 દરમિયાન થયેલી હિંસા પર વિચાર કરવો.’
16 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધીમાં 600થી વધુ લોકો મોત થયા હતા
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, અમને એ જાણીને આનંદ થયો છે કે યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનનું કાર્યાલય ક્વોટા રિફોર્મ આંદોલન દરમિયાન હાલમાં જ થયેલ હિંસાની તપાસ કરવા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારને મદદ કરી રહ્યું છે. 5 ઓગસ્ટ પછી મોટા પાયે હિંસા થઈ અને લઘુમતી સમુદાય, ધાર્મિક સંસ્થાઓ, બાંગ્લાદેશ અવામી લીગના નેતાઓ અને કાર્યકરોઓની સાથે અરાજકતા કરવામાં આવી હતી. આ દરમિયાન તમારી ઓફિસ દ્વારા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 16 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધીમાં 600થી વધુ લોકો મોત થયા હતા.
બંગબંધુ ફાઉન્ડેશને સંયુક્ત રાષ્ટ્રને અનુરોધ કર્યો
બંગબંધુ ફાઉન્ડેશને સંયુક્ત રાષ્ટ્રને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની ફોરેન્સિક અને હથિયાર નિષ્ણાતો દ્વારા સમગ્ર ઘટના અને હિંસાની તપાસ કરાવવી જોઈએ. નોંધનીય છે કે, હિન્દુ લઘુમતી જૂથો પણ USના પ્રતિનિધિમંડળને મળવાની યોજના બનાવી રહ્યા છે, જેથી તેઓને સમય મળે ત્યારે પુરાવા અને નિવેદનો સાથે તેમની ફરિયાદ નોંધાવી શકે.


