- બાંગ્લાદેશની વચગાળાના વડા મોહમ્મદ યુનુસે પ્રથમ પોલિસી ભાષણ આપ્યું
- પાડોશી દેશોની સમસ્યા અને દેશને આર્થિક રીતે મજબૂત કરવા પર ભાર મૂક્યો
- મોહમ્મદ યુનુસે રોહિંગ્યા નિરાશ્રીતોને મદદ કરવાનું ચાલુ રાખવાનો વાયદો કર્યો
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડાપ્રધાન મોહમ્મદ યુનુસે પ્રથમવાર પોતાની પોલિસીને લઈ ભાષણ આપ્યું છે. તેઓના આ ભાષણથી સ્પષ્ટ થઈ જાય છે કે તેઓ પોતાના નેતૃત્વમાં બાંગ્લાદેશને કઈ દિશામાં લઈ જવા માગે છે. તેમને પોતાના પ્રથમ પોલિસી ભાષણમાં પાડોશી દેશથી થતી સમસ્યાની સાથે દેશની આર્થિક મજબૂતી પર પણ ભાર મૂક્યો છે.
મોહમ્મદ યુનુસે રવિવારે ડિપ્લોમેટિક અને યુનોના પ્રતિનિધિઓ સામે પોતાની પ્રાથમિકતાઓ દર્શાવવાનો વાયદો કર્યો કે તેઓની સરકાર બાંગ્લાદેશમાં શરણ લીધેલા 10 લાખથી વધુ રોહિંગ્યા લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે. આ સિવાય તેમને બાંગ્લાદેશના ગારમેન્ટ કારોબારને ચાલુ રાખવાની પણ વાત કરી છે.
વિરોધ પ્રદર્શનથી કાપડ ઉદ્યોગને અસર
બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીના સરકારના પતન પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ ચાલતા વિરોધ પ્રદર્શનને લીધે બાંગ્લાદેશમાં કાપડ ઉદ્યોગને ખૂબ અસર પડી છે. જેના લીધે બાંગ્લાદેશથી ઈમ્પોર્ટ કરતા દેશ બીજા દેશોની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. મોહમ્મદ યુનુસે જણાવ્યું કે કાપડ ઉદ્યોગને આ રીતે જ મુખ્ય વેપાર બનાવવામાં આવશે અને નુકસાન કરનારના કોઈપણ પ્રયાસને સહન નહિ કરાય.
બાંગ્લાદેશની અંદર આશરે 3,500 કાપડની ફેકટરીઓ આવેલી છે. દેશના એક્સપોર્ટમાં કાપડ કારોબારના 85 ટકા ભાગીદારી છે. બાંગ્લાદેશ વાર્ષિક આશરે 55 બિલિયન ડોલર કાપડ એક્સપોર્ટ કરે છે.મૃતક પ્રદર્શનકારીઓને મળશે ન્યાય
પોતાના પ્રથમ પોલિસી ભાષણમાં યુનુસે મૃતકોનો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે, ગત મહિને આપણા હજારો વિદ્યાર્થઈઓ અને લોકો શેખ હસીનાની ક્રૂર તાનાશાહીના વિરુદ્ધ ઉભા થયા હતા. હું તેઓના મોતની તપાસ કરવા અને ન્યાય અપાવવાનો વાયદો કરું છું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં આશરે 450 લોકો કરતાં વધુનાં મોત થયા હતા.


