- પીએમ મોદીએ બાંગ્લાદેશની સ્થિતિ અંગે કરી બેઠક
- વિદેશ મંત્રીએ પીએમને આપી બાંગ્લાદેશની સ્થિતિની માહિતી
- રાહુલ ગાંધીએ પણ વિદેશ મંત્રી સાથે વાત કરી
વડાપ્રધાન મોદી હાલમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સિવાય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાજર રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પડોશી દેશ બાંગ્લાદેશમાં બળવા અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે સાંજે તેમના સત્તાવાર નિવાસસ્થાને સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
વિદેશ મંત્રીએ બાંગ્લાદેશની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી
ત્યારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે વડાપ્રધાન મોદીને બાંગ્લાદેશની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પીએમ મોદી સાથેની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને નાણામંત્રી નિર્મલા સીતારમણ. આ સિવાય લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ વિદેશ મંત્રી જયશંકર સાથે વાત કરી છે.
બાંગ્લાદેશની સરહદે આવેલા રાજ્યો માટે વિશેષ ચેતવણી
આ દરમિયાન, સરકારે બાંગ્લાદેશની સરહદે આવેલા પૂર્વોત્તર રાજ્યો માટે વિશેષ ચેતવણી જાહેર કરી છે. બીજી તરફ, બાંગ્લાદેશમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને, બોર્ડર સિક્યુરિટી ફોર્સે 4096 કિલોમીટર લાંબી ભારત-બાંગ્લાદેશ સરહદ પર તકેદારી વધારી છે અને તેના તમામ એકમો માટે ‘હાઈ એલર્ટ’ જારી કરી છે. BSFના કાર્યવાહક મહાનિર્દેશક (DG) દલજીત સિંહ ચૌધરી અને અન્ય વરિષ્ઠ કમાન્ડર સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા પહોંચ્યા છે.
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ‘હાઈ એલર્ટ’ જાહેર કર્યું
BSFએ આસામના કરીમગંજમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર પણ ‘હાઈ એલર્ટ’ જાહેર કર્યું છે. તે જ સમયે, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પણ એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે અમે સોમવારે રાતથી સરહદ પર પ્રતિબંધિત આદેશો લગાવી દીધા છે.


