- બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી વચ્ચે ગુરુવારે નવી વચગાળાની 15 સભ્યોની સરકાર શપથ લેશે
- શેખ હસીના યુએઈ અથવા સાઉદી અરબમાં શરણ લે તેવી શકયતા
- બાંગ્લાદેશના હિંદુ સિંગરના 140 વર્ષ જૂના ઘરમાં લૂંટફાટ બાદ આગને સોંપી દીધું
પાડોશી દેશ એવા બાંગ્લાદેશ છેલ્લા ત્રણ દિવસથી વધુ ચર્ચામાં આવ્યો છે. કારણ કે, આ દેશમાં અત્યારે હિંસા, આગચંપી, હત્યાનો સીલસીલો ચાલી રહ્યો છે. આ દેશમાં અત્યારે કોઈ જ રણીધણી નથી રહ્યું. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં કટોકટી કરતાં પણ ખરાબ સ્થિતિ ચાલી રહી છે. જો કે આ દરમિયાન આવતીકાલે એટલે કે, ગુરુવારે બાંગ્લાદેશમાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે. 15 સભ્યોની વચગાળાની સરકાર શપથ લેશે. જો કે, આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં હંગામી શરણ લઈને રહ્યાં છે. પરંતુ હસીના યુએઈ અથવા સાઉદી અરબ જાય તેવી શક્યતા છે.
આખું બાંગ્લાદેશ આગના હવાલે
અત્યારે આખું બાંગ્લાદેશ હિંસાથી સળગી રહ્યું છે. ઈસ્લામી કટ્ટરવાદી શક્તિઓએ પ્રસિદ્ધ બાંગ્લાદેશી હિંદુ ગાયક રાહુલ આનંદનું ઢાકામાં આવેલું 140 વર્ષ જૂના ઘર પર હુમલો કર્યો. આ દરમિયાન અસાજિક તત્વોના ટોળાએ હિંદુ ગાયકના ઘરમાં આગચંપી કરી જેમાં ત્રણ હજારથી વધુ વાદ્યયંત્રો સળગીને રાખ થઈ ગયા હતા. આગ લગાવતા પહેલા હિંદુ ગાયકના ઘરમાં સામાન અને રાચરચીલાની લૂંટ કરાઈ. આ દરમિયાન હિંસકી ટોળાને જોતા ગાયકના પરિવારે ત્યાંથી પલાન થઈ પોતાનો જીવ બચાવ્યો હતો. બાંગ્લાદેશમાં આતંક ફેલાવતા ટોળાએ હિંદુઓના ઘરથી સામાનની પેટભરીને લૂંટ કરી રહ્યા છે.
શેખ હસીના ભારતમાં જ રહે તેવી શક્યતા
બાંગ્લાદેશની વચગાળાની સરકારના ચીફ એડવાઈઝર મોહમ્મદ યુનુસ પણ ગુરુવારે પેરિસથી બાંગ્લાદેશ પરત ફરશે. બીજી તરફ લંડનમાં શરણ ન મળતા શેખ હસીના યુએઈ અથવા સાઉદી અરબ કે પછી ફિનલેન્ડ જઈ શકે છે. જ્યારે હસીનાના દીકરા વાજેદ જોયે કહ્યું કે તેઓને કોઈ બીજા દેશથી શરણ નથી માંગી. હસીના હવે ભારતમાં જ રહેશે. આની પહેલા બાંગ્લાદેશમાં હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગી દળોથી સંકળાયેલા આશરે 29 લોકોની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશમાં સુરક્ષાને લીથે ત્યાંથી ભારતીય દૂતાવાસના કુલ 190 કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા છે. પાડોશી દેશમાં હિંસા અને વકરતી કોમી વૈમનસ્ય વચ્ચે શેખ હસીના પાંચમી ઓગસ્ટે બાંગ્લાદેશ છોડીને ભારતમાં આવી ગયા હતા. હાલ તેઓને સેફ હાઉસમાં રખાયા છે.


