- બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ
- દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં બંને વચ્ચે મેચ
- બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલની રેસમાંથી થઈ છે બહાર
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં શ્રીલંકાની ટીમ 279 રનમાં ઓલઆઉટ થઈ છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 280 રનનો ટાર્ગેટ મળ્યો છે. શ્રીલંકા માટે સૌથી વધુ ચરિથ અસલંકાએ 105 બોલમાં 108 રનની ઈનિંગ રમી છે, જ્યારે પથુમ નિસાંકા 36 બોલમાં 41, કુલસ પરેરાએ 5 બોલમાં 4,કેપ્ટન કુસલ મેન્ડિસે 30 બોલમાં 19, સદિરા સમરવિક્રમાએ 42 બોલમાં 41, ધનંજય ડિ સિલ્વાએ 36 બોલમાં 34 અને મહિશ તિષ્ણાએ 31 બોલમાં 21 રન કર્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શાકિબ અલ હસને 10 ઓવરમાં 57 રન આપીને 2, મહેદી હસન મિરાજે 10 ઓવરમાં 49 રન આપીને 1, તંઝીદ હસન સાકિબે 10 ઓવરમાં 80 રન આપીને 1 અને શોરીફુલ ઈસ્લામે 9.3 ઓવરમાં 52 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 10 ઓવરમાં 39 રન આપ્યા છે.
ચરિથ અસલંકાએ ફટકારી સદી
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ચરિથ અસલંકાએ સદી ફટકારી છે. શ્રીલંકાના 7 ખેલાડી આઉટ થવા છતાં અસલંકાએ પોતાની ઈનિંગ સંભાળી અને 101 બોલમાં 100 રન પૂર્ણ કર્યા છે. અસલંકાની આ ઈનિંગ શ્રીલંકા માટે ખુબ મહત્વની છે. કારણ કે, શ્રીલંકા પાસે સેમીફાઈનલમાં પહોંચવા માટે છેલ્લી તક છે. જો આજે શ્રીલંકાની ટીમ મેચ હારશે, તો શ્રીલંકા માટે સેમીફાઈનલનો રસ્તો બંધ થશે.
25 ઓવર બાદ શ્રીલંકાની સ્થિતિ
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ શ્રીલંકાએ 5 વિકેટના નુકસાને 137 રન બનાવ્યા છે. શ્રીલંકાનો ઓપનર પથુમ નિસાંકા 36 બોલમાં 41 રન કરીને કુલસ પરેરા 5 બોલમાં 4 રન કરીને,કેપ્ટન કુસલ મેન્ડિસ 30 બોલમાં 19 રન કરીને અને સદિરા સમરવિક્રમા 42 બોલમાં 41 રન કરીને આઉટ થયો છે. અત્યારે શ્રીલંકા માટે ચરિથ અસલંકા 34 બોલમાં 28 રન કરીને અને ધનંજય ડી સિલ્વા 3 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, શોરીફુલ ઈસ્લામે 5 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ, તંઝીમ હસન સાકિબે 5 ઓવરમાં 36 રન આપીને 1 વિકેટ અને કેપ્ટન શાકિબ અલ હસને 6 ઓવરમાં 60 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત તસ્કીન અહેમદે 5 ઓવરમાં 16 અને મહેદી હસન મિરાજે 4 ઓવરમાં 25 રન આપ્યા છે.
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની 38મી મેચ શરૂ થઈ છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી શ્રીલંકાના ઓપનર પથુમ નિસાંકા અને કુલસ પરેરા ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 38મી મેચ રમવામાં આવશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે બાંગ્લાદેશે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાં બહાર થઈ ચૂકી છે, જ્યારે શ્રીલંકા માટે સેમીફાઈનલમાં પહોંચવા માટે આજે છેલ્લી તક છે. જો આજે શ્રીલંકા મેચ હારશે, તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.
ICC વનડે વર્લ્ડકપ 2023માં આજે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે મેચ રમવામાં આવશે. શાકિબ અલ હસનના નૈતૃત્વવાળી બાંગ્લાદેશની ટીમ 7માંથી 6 મેચ હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ છે, જ્યારે શ્રીલંકા પણ વર્લ્ડકપની બહાર થવાના આરે છે. આ બંને વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
પિચ રિપોર્ટ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પિચ ધીમી રમત માટે જાણીતી છે. સ્પિનરોને અહીં ઘણી મદદ મળે છે. જો કે, વર્લ્ડકપમાં કાળી માટીની પિચો પર બેટ્સમેનોને ઘણી મદદ મળી રહી છે. અહીં નાની બાઉન્ડ્રી હોવાને કારણે ફોર અને સિક્સનો વરસાદ જોવા મળે છે. આ પિચ પર અત્યાર સુધી 32 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમે 16 મેચમાં અને પ્રથમ બોલિંગ કરનારી ટીમે 15 મેચમાં જીત મેળવી છે. અહીં પ્રથમ ઈનિંગનો સરેરાશ સ્કોર 238 અને બીજી ઈનિંગનો સ્કોર 206 રન છે. આજે ટોસ જીતનારી ટીમ પહેલાં બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
બાંગ્લાદેશઃ તંઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, મુશ્ફિકુર રહીમ, મહમુદુલ્લાહ, શાકિબ અલ હસન(કેપ્ટન), તૌહીદ હૃદોય, મહેદી હસન મિરાજ, તંઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ
શ્રીલંકા: પથુમ નિસાંકા, કુલસ પરેરા, કુસલ મેન્ડિસ(કેપ્ટન), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, એન્ઝેલો મેથ્યૂઝ, ધનંજય ડિ સિલ્વા, મહિશ તિક્ષ્ણા, દુષ્મંથા ચમીરા, કસુન રાજીથા, દિલશાન મદુશંકા