બાંગ્લાદેશમાં હાલ ભારેલા અગ્નીજેવી સ્થિતિ છે. બે સમાચાર એજન્સીઓને આગ લગાવી દીધા પછી પણ ત્યાંના કટ્ટરપંથીઓ કોઇ પણ ડર વગર ફરી રહ્યા છે. આ કટ્ટરપંથીઓએ હવે બીજી બાંગ્લાદેશની એક ન્યૂઝ ચેનલના ન્યૂઝ હેડ નાઝનીન મુન્નીને હટાવવાની માગ થઇ રહી છે. આવુ ન કરનારાઓ કટ્ટરપંથીઓએ ધ ડેલી સ્ટાર અને પ્રથમ આલોની જેમ ન્યૂઝ ચેનલને સળગાવવાની ધમકી આપી છે.
કોણ છે નાઝનીન મુન્ની? કેમ બન્યા બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ તેમના દુશ્મન
નાઝનીન મુન્ની (Naznin Munni) બાંગ્લાદેશના જાણીતી પત્રકાર અને ન્યૂઝ એક્ઝિક્યુટિવ છે. તેઓ હાલ Global TV Bangladesh ચેનલમાં હેડ ઓફ ન્યૂઝ તરીકે કાર્યરત છે. જુલાઈ 2025માં તેમણે આ ચેનલ સાથે જોડાણ કર્યું હતું. તે પહેલાં તેઓ DBC Newsમાં અસાઇનમેન્ટ એડિટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. નાઝનીન મુન્ની બાંગ્લાદેશના મીડિયા જગતમાં એક મજબૂત અને નિર્ભય અવાજ તરીકે ઓળખાય છે.
નાઝનીન મુન્ની ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે કટ્ટરપંથી જૂથોએ ખુલ્લી ધમકીઓ આપવાનું શરૂ કર્યું
તાજેતરમાં નાઝનીન મુન્ની ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથી જૂથોએ તેમની સામે ખુલ્લી ધમકીઓ આપવાનું શરૂ કર્યું. આ જૂથોએ તેમની નોકરીમાંથી હટાવવાની માગણી કરી અને આરોપ લગાવ્યો કે તેઓ “ફાસિસ્ટ વિચારધારા” સાથે જોડાયેલી છે. આ આરોપોના આધારે તેમના પદ પર રહેવા સામે વિરોધ શરૂ કરવામાં આવ્યો.
મામલો વધુ ગંભીર ત્યારે બન્યો
મામલો વધુ ગંભીર ત્યારે બન્યો, જ્યારે કેટલાક યુવકોએ Global TVના ઓફિસ પર હુમલો કરીને તેને આગ લગાવી દેવાની ધમકી આપી. નાઝનીન મુન્નીના જણાવ્યા અનુસાર, લગભગ 7થી 8 લોકો ચેનલના ઓફિસમાં આવ્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે જો તેઓ પદ પરથી રાજીનામું નહીં આપે, તો ઓફિસ સળગાવી દેવામાં આવશે. આ ધમકીઓએ સમગ્ર મીડિયા જગતમાં હડકંપ મચાવી દીધો.
આ લોકો પોતાને Anti-Discrimination Student Movement નામના સંગઠન સાથે જોડાયેલા હોવાનું કહે છે. જોકે, આ સંગઠનના કેન્દ્રીય નેતૃત્વે આગ લગાવવાની ધમકીઓથી પોતાનું અંતર રાખ્યું છે અને કહ્યું છે કે આ વ્યક્તિગત પગલાં હોઈ શકે છે.
નાઝનીન મુન્નીએ આ ઘટનાને મીડિયાની સ્વતંત્રતા પર સીધો હુમલો ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ માત્ર એક પત્રકારને નિશાન બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ સમગ્ર પ્રેસ અને અભિવ્યક્તિની આઝાદી પર દબાણ લાવવાનો પ્રયાસ છે.
આ ઘટનાએ બાંગ્લાદેશમાં પત્રકારોની સુરક્ષા, રાજકીય અસહિષ્ણુતા અને મીડિયા પર વધતા ખતરા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: Mata Vaishno Devi Temple: માતાના દર્શને જતાં પહેલા શ્રદ્ધાળુઓ ધ્યાન આપો, નવા વર્ષે બદલાશે યાત્રાના નિયમ


