લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે. ચૂંટણી પંચે શનિવારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરતી વખતે બેંકોને દૈનિક STR (શંકાસ્પદ વ્યવહાર અહેવાલો) ફાઇલ કરવા માટે જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જાહેરાત કરી હતી કે તમામ બેંકોએ શંકાસ્પદ વ્યવહારો પર દૈનિક અહેવાલ મોકલવાની જરૂર પડશે.
મની પાવરને રોકવા અને નિષ્પક્ષ ચૂંટણી યોજી શકાય તે માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. લોકસભા 2024ની ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું, અમે અમે જાણીએ છીએ કે વિવિધ રાજ્યોમાં ઘણી નબળાઈઓ છે વોટ માટે મની પાવર અને મસલ્સ પાવરનો ઘણી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. મની પાવર પર કંટ્રોલ માટે NPCI, GST, બેંકો જેવી સત્તા પ્રાપ્ત એજન્સીઓ અને સંસ્થાઓ શંકાસ્પદ વ્યવહારોને ટ્રેક કરશે. પંચે કહ્યું કે ચૂંટણીમાં દારૂ, રોકડ, અન્ય મફત વસ્તુઓ અને ડ્રગ્સના વેચાણને રોકવા માટે તેના માટે જવાબદાર નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે. આ સાથે પોલીસ અને અન્ય એજન્સીઓએ સંવેદનશીલ વસ્તુઓનું મફતમાં ગેરકાયદેસર વિતરણ અટકાવવું જોઈએ અને ગેરકાયદેસર ઓનલાઈન રોકડ ટ્રાન્સફર પર કડક દેખરેખ રાખવી જોઈએ. આ સાથે, સૂર્યાસ્ત પછી બેંક વાહનોમાં રોકડની હેરફેર કરી શકાશે નહીં. નોન-શિડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઈટ્સ પર કડક નજર રાખવામાં આવશે અને સર્ચ કરવામાં આવશે. ઉપરાંત, રોકડ/દારૂ/ડ્રગ્સના રૂટને ઓળખવા માટે અસરકારક સંકલન અને જીવંત ટ્રેકિંગની જરૂર છે.
ચૂંટણી દરમિયાન બેંકોએ દૈનિક શંકાસ્પદ વ્યવહારની જાણ કરવી પડશે, સૂર્યાસ્ત બાદ બેંકની ગાડીમાં રોકડની હેરફેર પર લગાવાયો પ્રતિબંધ


