- અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું ભારત સાથે વિશેષ મહત્વ
- ઓબામા ખિસ્સામાં રાખે છે ભગવાન હનુમાનની નાની મૂર્તિ
- ‘જો હું થાક અનુભવું છું અથવા હું ક્યારેક હતાશ અનુભવું છું તો શક્તિ મળે છે’
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અનેક પ્રસંગોએ ભારત માટે વિશેષ સન્માન વ્યક્ત કર્યું છે. એ વાત જાણીતી છે કે તેઓ મહાત્મા ગાંધીના મોટા પ્રશંસક છે. તેમના પુસ્તક ‘એ પ્રોમિસ્ડ લેન્ડ’માં તેઓ લખે છે કે અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા સાથે ગાંધીજીએ તેમની વિચારસરણી પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે ઓબામાને પણ ભગવાન હનુમાનમાં શ્રદ્ધા છે. તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો અને એ પણ જણાવ્યું હતું કે જે વસ્તુઓ તેમને નિરાશામાં શક્તિ આપે છે તેમાં ભગવાન હનુમાન પણ સામેલ છે. ત્યારે હાલમાં તેમની એક જૂના ઇન્ટરવ્યુની ક્લિપ વાયરલ થઈ છે જેમાં તેઓ ભગવાન હનુમાન વિશે વાત કરી રહ્યા છે.
બરાક ઓબામાએ વર્ષ 2016માં યુટ્યુબર ઇન્ગ્રિડ નિલ્સનને એક ઇન્ટરવ્યુ આપ્યો હતા જે મિસ ગ્લેમૌરાઝી તરીકે પણ ઓળખાય છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે ભગવાન હનુમાન સાથેના પોતાના કનેક્શન વિશે વાત કરી હતી.
ઓબામાએ કહ્યું કે તેઓ પોતાના ખિસ્સામાં શું રાખે છે?
ઇન્ટરવ્યુ દરમિયાન ઓબામાને તે વસ્તુઓ બતાવવાનું કહ્યું હતું કે, જે તેઓ તેમના માટે મહત્વપૂર્ણ માનતા હતા અને તેમના ખિસ્સામાં રાખે છે. આના પર ઓબામાએ પોતાના ખિસ્સામાંથી કેટલીક વસ્તુઓ કાઢી હતી. આમાં ભગવાન હનુમાનની નાની મૂર્તિ પણ સામેલ હતી. ઓબામા વધુમાં કહે છે કે આ હિંદુ ભગવાન છે અને આ મૂર્તિ તેમને એક મહિલાએ આપી હતી. તેમનું કહેવું છે કે આ સિવાય પોપ ફ્રાન્સિસ પાસેથી મળેલી માળા, બૌદ્ધ સાધુ પાસેથી મળેલી ભગવાન બુદ્ધની પ્રતિમા, સિલ્વર પોકર અને ઈથોપિયાથી મળેલો ક્રોસ પણ તેમના ખિસ્સામાં છે.
‘હું અંધશ્રદ્ધાળુ નથી’
ઓબામા ઈન્ટરવ્યુમાં કહે છે, ‘હું આ બધી વસ્તુઓ મારી સાથે લઈ જઉં છું. હું અંધશ્રદ્ધાળુ નથી અને એવું પણ નથી કે આ વસ્તુઓ હંમેશા મારી સાથે હોય છે. તે કહે છે કે આ વસ્તુઓ લોકોના જીવનને પ્રભાવિત કરતા મહત્વના મુદ્દાઓ પર કામ કરવા માટે તેમને જે વિશેષાધિકાર આપવામાં આવ્યો છે તેની એક શક્તિશાળી રીમાઇન્ડર છે.
ઓબામા કહે છે, ‘જો હું થાક અનુભવું છું અથવા હું ક્યારેક હતાશ અનુભવું છું, તો હું મારા ખિસ્સામાં હાથ નાખીને કહી શકું છું કે હા, આ (નિરાશા) એવી વસ્તુ છે જેને હું દૂર કરી શકું છું. હું તેને મેળવી શકું છું કારણ કે કોઈએ મને વિશેષાધિકાર આપ્યો છે. તેમને અસર કરતા મુદ્દાઓ પર કામ કરવું.


