- UPમાં 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર સપા અને ગઠબંધન ચૂંટણી લડશે
- કોંગ્રેસ સપા ગઠબંધન બચાવવા આખરે મેદાને આવ્યા પ્રિયંકા ગાંધી
- અખિલેશ યાદવના આપેલ બે વિકલ્પો સામે કોંગ્રેસને થઈ રહ્યું હતું મોટું નુકશાન
અનેક ઝટકાઓ ખાધા બાદ બાદ આખરે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાડી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે બાકીની 63 સીટો પર સમાજવાદી પાર્ટી અને ગઠબંધનના અન્ય પક્ષો ચૂંટણી લડશે. જે સમયે એવું માનવામાં આવી રહ્યું હતું કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન તૂટવાનું નિશ્ચિત છે ત્યારે પ્રિયંકા ગાંધીએ અખિલેશ યાદવ સાથે સીધી વાત કરીને સમગ્ર મામલો ઊંધો પાડી દીધો હતો. તેમણે સમાજવાદી પાર્ટીના નેતાને કોંગ્રેસને તે બેઠકો આપવા માટે રાજી કર્યા, જે સમાજવાદી પાર્ટી આપવા તૈયાર ન હતી, પરંતુ રાજ્યમાં પૂર્વથી પશ્ચિમ સુધી કોંગ્રેસની મજબૂતીનો પાયો પણ નાખ્યો હતો.
વાસ્તવમાં, કોંગ્રેસના નેતાઓની ચિંતા એ હતી કે જો પાર્ટી સપા દ્વારા આપવામાં આવેલી ઓછી અસરવાળી બેઠકો પર લડે છે, તો તેનાથી આ ચૂંટણીમાં ન માત્ર નુકસાન થશે, પરંતુ યુપીમાં પાર્ટી હંમેશા માટે નબળી પડી જશે. સપાએ તે બેઠકો પણ કોંગ્રેસને આપી હતી જ્યાં તેના પરંપરાગત મતદારોનો બહુ પ્રભાવ ન હતો, તેથી જ બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન આખરે તૂટવાની અણી પર હતું.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પરંતુ છેલ્લી ઘડીએ પ્રિયંકાએ મોરચો સંભાળ્યો. તેમણે અખિલેશ યાદવ સાથે ડાયરેક્ટ વાત કરીને કહ્યું કે જો તેઓ સાથે મળીને નહીં લડે તો આ ચૂંટણીમાં હાર તો થશે જ પરંતુ વિપક્ષની ભાવિ ચૂંટણીની રાજનીતિ પ્રભાવિત થઈ શકે છે. આ કારણે આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું.
કોંગ્રેસના ભવિષ્ય માટે રાહુલ ચિંતિત
કોંગ્રેસના એક સિનિયર નેતાએ જણાવ્યું કે જ્યારે રાહુલ ગાંધીએ દિલ્હીમાં યુપીના નેતાઓ સાથે વાતચીત કરી હતી, તે જ સમયે રાહુલ ગાંધીએ આ વાત કહી દીધી હતી કે જો સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન થાય છે અને ગઠબંધનમાં રહીને 15-20 બેઠકો પર લડીને કોંગ્રેસ 4-5 બેઠકો જીતી પણ લે છે તો તેનાથી પાર્ટીનું ભવિષ્ય ઉજળું નહીં થાય. રાહુલના કહ્યા અનુસાર, ભવિષ્યમાં પાર્ટીને મજબૂત કરવા માટે તેમણે રણનીતિ બનાવીને લાંબા સમય સુધી તેના પર કામ કરવું પડશે.
રાહુલ ગાંધી પાર્ટીના પાયા મજબૂત કરવાની વાત કરતાં રહ્યા, પરંતુ જે રીતે સપા સીટોની વહેંચણી કરી રહી હતી તેનાથી કોંગ્રેસનો કોઈ હેતુ સિદ્ધ થઈ રહ્યો ન હતો. ન તો પાર્ટીને વધુ બેઠકો મળી રહી હતી કે ન તો તેનો પાયો મજબૂત થઈ રહ્યો હતો. આ કારણે ગઠબંધન તૂટવાનો ભય હતો.
કોંગ્રેસ પાસે હતા માત્ર બે વિકલ્પો
કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે અખિલેશ યાદવે તેમની સામે બે વિકલ્પ રાખ્યા હતા. એક તો તેઓએ આપેલી નબળી બેઠકો પર ચૂંટણી લડે અને હારનો સામનો કરે. આનાથી પાર્ટીની બાકી રહેલી શક્તિ પણ ખતમ થઈ જાત. આનાથી યુપીમાં પાર્ટીનો હંમેશ માટે નાશ થવાનો ખતરો હતો. ગઈ વખતે સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક જીતી હતી. પરંતુ આ વખતે તે પણ મેદાનમાં નથી. એવામાં, કોંગ્રેસ શૂન્ય પર સમેટાઇ જવાના ખતરો ઊભો થઈ શકે છે.
તો, બીજો વિકલ્પ હતો, કે બેઠકો પર સફળતા ન મળવાના આધારે કોંગ્રેસ પોતે જ ગઠબંધનમાંથી બહાર નીકળી જવાની જાહેરાત કરે, જેનાથી ગઠબંધન માંથી બહાર જવાનો ડાઘ અખિલેશ યાદવ પર ન લાગે. આ સ્થિતિમાં નુકસાન એ થઈ શકે છે કે પાર્ટીને વધુ બેઠકો પર સફળતા ન મળે. જો કે, આનો એક ફાયદો એ થઈ શકે કે કોંગ્રેસે બાકીની બેઠકો પર ચૂંટણી લડી હોત અને દરેક બેઠક પર પ્રચાર કર્યો હોત. કોંગ્રેસ આ ચૂંટણીનો ફાયદો ઉઠાવીને દલિત-પછાત-મુસ્લિમ મતદારોમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે, જેની મદદથી તે બીજી ઇનિંગમાં ઊભા રહેવાનું સપનું જોઈ શકે છે. પરંતુ અખિલેશની ફોર્મ્યુલાથી પાર્ટીનો આ ઉદ્દેશ્ય સિદ્ધ ન થયો હોત.


