PM મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે. બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલ PM મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

PM મોદીનું બેટ-દ્વારકા હેલિપેડ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, રીઅલ એડમિરલ અનિલ જગ્ગી, ડીજીપી વિકાસ સહાય, પ્રભારી સચિવ મુકેશ પંડ્યા, અગ્રણી મયુર ગઢવી, ઉષાબેન ગોહિલ, દિલીપ કોટેચા સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.


