સુદર્શન બ્રીજના લોકાર્પણ પ્રસંગે પધારેલ PM મોદીનું બેટ દ્વારકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ભારત માતા કી જયના નાદથી વધાવી લીધા હતા. બેટ દ્વારકા હેલીપેડ થી મુખ્ય મંદિરના રસ્તા સુધી નાગરિકોએ માર્ગમાં વડાપ્રધાનને આવકાર્યા હતા. વિવિધ કલાકારો દ્વારા કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી. અહીંના વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનો, તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક વડાપ્રધાનને વધાવી લીધા હતા. વડાપ્રધાન મોદીએ પણ બેટ દ્વારકાના નાગરિકોના અભિવાદનને ઝીલીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
બેટ દ્વારકા ખાતે મુખ્ય મંદિર પરિસરમાં અહીંના સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનને મીઠો આવકાર આપ્યો હતો. વડાપ્રધાન મોદી બેટ દ્વારકા ખાતે આવેલ મુખ્ય મંદિરમાં પધાર્યા તે વેળાએ અહીંના સ્થાનિક આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકોએ પરંપરાગત સ્વાગત કર્યું હતું.



