- હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે મેચ રમાઇ
- ટિમ ડેવિડની હરકતના કારણે 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો
- સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ રમાઈ રહી છે. જેમાં સોમવારે હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ચાહકોને ફરી એકવાર બિગ બેશ લીગ 2021ની તે મેચ યાદ આવી જેમાં આજ સુધી ટિમ ડેવિડના કારનામાંને કોઈ ભૂલી શક્યું નથી. આજની મેચમાં ફરી એકવાર ટિમ ડેવિડની હરકતોનો આ વીડિયો જોવા મળ્યો. જેના કારણે ચાહકોની યાદો તાજી થઈ ગઈ હતી. હવે ટિમ ડેવિડનો આ જુનો મેચનો વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
2 રનના ચક્કરમાં મળી 5 રનની પેનલ્ટી
વર્ષ 2021 માં, હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાયેલી મેચમાં, હોબાર્ટ હરિકેન્સની ટીમને ટિમ ડેવિડના કારણે 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટિમ ડેવિડ ઇનિંગની છેલ્લી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો. બ્રોડી કાઉચ આ છેલ્લી ઓવર બોલિંગ કરી રહ્યો હતો. બ્રોડી ક્રોચે ટિમ ડેવિડને યોર્કર લેન્થ બોલ ફેંક્યો, જેણે તેને લોંગ-ઓન પર ફટકાર્યો અને બે રન લેવાનો પ્રયાસ0 કર્યો.
ટિમ ડેવિડે પહેલો રન પણ પૂરો ન કર્યો
બે રન બનાવવાના પ્રયાસમાં ટિમ ડેવિડ પહેલો રન પણ પૂરો કરી શક્યો ન હતો અને અડધી પિચમાંથી ક્રિઝ પર પાછો ફર્યો હતો. જે બાદ ટીમને આ બોલ પર કોઈ રન ન મળતા આ બોલને ડોટ ગણવામાં આવ્યો હતો અને ટિમ ડેવિડના આ ઈરાદાપૂર્વકના પગલા બાદ હોબાર્ટ હરિકેન્સ પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી. આ મેચમાં બિગ બેશ લીગના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમ પર 5 રનની પેનલ્ટી લગાવવામાં આવી હતી.
હોબાર્ટ હરિકેન્સે મેચ જીતી
બિગ બેશ લીગ 2023-24માં હોબાર્ટ હરિકેન્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે મેચ રમાઈ હતી. ટિમ ડેવિડની ટીમ હોબાર્ટ હરિકેન્સે આ મેચ 7 રનથી જીતી લીધી હતી. આ મેચમાં હોબાર્ટ હરિકેન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મેલબોર્ન સ્ટાર્સની આખી ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 180 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ટિમ ડેવિડે 16 રનની ઇનિંગ રમી હતી.


