ભારતીય ટીમને T20 વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મદદ કરનાર રોહિત શર્મા BCCI ની 2024-25 કોન્ટ્રાક્ટ લિસ્ટમાં A+ ગ્રેડમાં રહેશે. મીડિયા રિપોર્ટ્સમાં, BCCI સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી પણ પોતાનો કોન્ટ્રાક્ટ જાળવી રાખશે અને તે A+ ગ્રેડમાં પણ રહેશે. જ્યારે શ્રેયસ ઐયર લિસ્ટમાં પાછા ફરશે.
રોહિત શર્માએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. આ અંતિમ મેચ પછી વિરાટ કોહલીએ પણ T20 માંથી નિવૃત્તિ લીધી. BCCI સૂત્રોના જણાવ્યા મુજબ T20માંથી નિવૃત્તિ પછી પણ બંનેને A પ્લસ ગ્રેડમાં રાખવા પર વિચારણા કરવામાં આવી રહી છે. બોર્ડનું માનવું છે કે બંને દિગ્ગજ ક્રિકેટરોએ ટીમની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને તેમને તે સન્માન મળવું જોઈએ જે તેઓ લાયક છે.
કુલ 6 ખેલાડીએ A કેટેગરીમાં
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2024 માં, BCCI એ વિરાટ, રોહિત, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં સામેલ કર્યા હતા. ગ્રેડ A માં કુલ 6 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ શ્રેયસ ઐયરનું નામ તેમાં ન હતું.
કોન્ટ્રાક્ટમાં પરત ફરશે શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયરને ગયા વર્ષે બીસીસીઆઈ દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો કારણ કે તેને કેટલીક ડોમેસ્ટિક મેચો રમી ન હતી. ઐયરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, તેને 5 ઈનિંગ્સમાં 243 રન બનાવ્યા હતા. તે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પાછા ફરવા માટે તૈયાર છે.
રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ઈશાન કિશનને લિસ્ટમાંથી બહાર રાખી શકાય છે. ગયા વર્ષે ઐયર સાથે તેને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. ઈશાન 2023 થી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી.
ગયા વર્ષે (2023-24) સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ ખેલાડીઓ
ગ્રેડ A+
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A
આર. અશ્વિન, મોહમ્મદ શમી, એમ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.
ગ્રેડ B
સૂર્ય કુમાર યાદવ, રિષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.
ગ્રેડ C
રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને રજત પાટીદાર.


