બીસીસીઆઈએ તાજેતરમાં ટીમના ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચવામાં આવ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે તેના ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ બહાર પાડ્યું હતું, જેમાં 25 ખેલાડીઓને સ્થાન મળ્યું હતું. આ પરિસ્થિતિમાં, સૌથી મોટો સવાલ એ છે કે આ બંને દેશોના ક્રિકેટરોના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં શું તફાવત છે અને ભારતની સરખામણીમાં પાકિસ્તાની ખેલાડીઓને કેટલા પૈસા મળે છે.
બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ખેલાડીઓની કમાણી
BCCI એ આ 34 ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેંચ્યા છે. ભારતમાં, ગ્રેડ A+ માં રહેલા ખેલાડીને દર વર્ષે 7 કરોડ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે તે દર મહિને 58.3 લાખ રૂપિયા કમાય છે. ગ્રેડ A ના ખેલાડીઓને દર વર્ષે 5 કરોડ રૂપિયા, ગ્રેડ B ના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને ગ્રેડ C ના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં 4 ખેલાડીઓ ગ્રેડ A+ નો ભાગ છે. ગ્રેડ A માં 6 ખેલાડીઓ, ગ્રેડ B માં 5 ખેલાડીઓ અને ગ્રેડ C માં 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે.
બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ
ગ્રેડ A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
ગ્રેડ A: મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, રિષભ પંત.
ગ્રેડ B: સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર.
ગ્રેડ C: રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસીદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચર્કવર્તી, હર્ષિત રાણા.
પાકિસ્તાની ખેલાડીઓને કેટલા પૈસા મળે છે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ખેલાડીઓને પણ 4 કેટેગરીમાં વહેંચ્યા છે. તેમને A કેટેગરીમાં 2 ખેલાડીઓ, B કેટેગરીમાં 3 ખેલાડીઓ, C કેટેગરીમાં 9 ખેલાડીઓ અને D કેટેગરીમાં 11 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો. તે તેના ગ્રેડ A ખેલાડીઓને દર મહિને 4.5 મિલિયન PKR એટલે કે 13.69 લાખ ભારતીય રૂપિયા ચૂકવે છે. આ મુજબ, ગ્રેડ A ના ખેલાડીને વાર્ષિક માત્ર 1.65 કરોડ રૂપિયા મળે છે. ગ્રેડ B ના ખેલાડીઓને 30 લાખ રૂપિયા એટલે કે આશરે 9 લાખ ભારતીય રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ C અને D માં આવતા ખેલાડીઓને દર મહિને 0.75-1.5 મિલિયન PKR એટલે કે લગભગ 2 લાખ થી 4.5 લાખ રૂપિયા મળે છે.
PCB ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ
A કેટેગરી: બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન
B કેટેગરી: નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી અને શાન મસૂદ
C કેટેગરી: અબ્દુલ્લા શફીક, અબરાર અહેમદ, હરિસ રઉફ, નોમાન અલી, સૈમ અયુબ, સાજિદ ખાન, સલમાન અલી આગા, સઈદ શકીલ અને શાદાબ ખાન
D કેટેગરી: આમિર જમાલ, હસીબુલ્લાહ, કામરાન ગુલામ, ખુર્રમ શહઝાદ, મીર હમઝા, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ અલી, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ ઈરફાન ખાન, મોહમ્મદ વસીમ જુનિયર અને ઉસ્માન ખાન


