- લીફ્ટમાં ફસાયા બાદ અનેક વાર લીફ્ટ ઉપર નીચે થઈ
- રમત રમ્યા બાદ ઘરે જતી વખતે લીફ્ટમાં ફસાયો હતો
- અચાનક લીફ્ટનો દરવાજો બંધ થઈ જતાં બાળક ફસાયું
અમદાવાદમાં દિવાળીના દિવસોમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં બાળક લીફ્ટમાં ફસાયું હતું. શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં રમતા રમતા 6 વર્ષનો બાળક લિફ્ટમાં જતો રહ્યો હતો. પરંતુ લીફ્ટમાં ફસાયા બાદ અનેક વાર લીફ્ટ ઉપર નીચે થઈ તેમાં બાળકે આખરે જીવ ગુમાવ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદના શાહીબાગમાં બાળક લીફ્ટમાં ફસાયું હતું. જેમાં લીફ્ટમાં ફસાયા બાદ અનેક વાર લીફ્ટ ઉપર નીચે થઈ હતી. પોતાના બિલ્ડિંગમાં નીચે રમ્યા બાદ પોતાના ઘરે જવા બાળક લિફ્ટમા ગયો હતો. આ પછી અચાનક લીફ્ટનો દરવાજો બંધ થઈ જતાં બાળક ફસાયું હતું.
જેના બાદ અચાનક લીફ્ટનો દરવાજો બંધ થઈ જતાં બાળક લીફ્ટમાં ફસાયું હતું. આ પછી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેના પછી બાળકને ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને અંતિમ શ્વાસ લીધો હતો.
આજે સાંજે શાહીબાગ વિસ્તારમાં ડફનાળા પાસે આવેલા વસંત વિહાર-2 ફ્લેટમાં આર્ય કોઠારી નામનો બાળક તેના સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રમી રહ્યો હતો. રમતા રમતા તે સીધો લિફ્ટમાં જતો રહ્યો હતો. લિફ્ટનો દરવાજો ખોલી અને ત્યારબાદ તે અંદર ગયો તે દરમિયાન અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ હતી. જોકે, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાઈ ગયો હતો.


