- વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો
- માતાએ 1 વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાયું હતું
- બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
બાળકોને દૂધ પીવડાવતા સચેત રહેજો. જેમાં રાત્રે બાળકને સ્તનપાન કરાયા બાદ મોત થયુ છે. વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો. માતાએ 1 વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાયું હતું. જેમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.
સુરતના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
સુરતના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાયું અને સવારે બાળક ઉઠ્યો નહીં. માતાએ 1 વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું. ત્યારે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો. તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબએ બાળકને મૃતક જાહેર કર્યો હતો. તેમજ બાળકોને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક બાળકને સ્તનપાન કરાયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. ઉધના પોલીસે બાળકોના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે સ્તનપાન અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
– સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે માતાએ પોતાના હાથ સાબુથી ધોઈને સ્વચ્છ કરવા આવશ્યક છે.
– ઘણી માતાઓ પથારીમાં સૂતાં સૂતાં બાળકને સ્તનપાન કરાવે છે. આ આદત અત્યંત જોખમી છે.
– જો થાકના કારણે માતાને ઊંઘ આવી જાય તો કોમળ બાળક સ્તનની નીચે દબાઈને ગૂંગળાઈ જશે અને એનો શ્વાસ રુંધાઈ જશે.
– રાત્રે સ્તનપાન કરાવવાની જરૂર પડે તો પણ માતાએ બેસીને પછી જ બાળકનું પેટ ભરાવવું જોઈએ.
– જો માતા સ્તનપાન કરાવતાં પહેલાં દર વખતે થોડુંક પ્રવાહી લે (પાણી, ફળોનો રસ કે દૂધ)તો ધાવણનું પ્રમાણ વધે છે
– સ્તનપાન કરાવતી માતાને ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહીની જરૂર પડે છે.
– સ્તનપાન કરાવતી વખતે માતા અને બાળક બંને આરામદાયક સ્થિતિમાં હોવાં જરૂરી છે.
– સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવો જોઈએ, જેથી દૂધ અન્નનળીને બદલે શ્વાસનળીમાં ચાલ્યા જવાની શક્યતા ન રહે.


