- બે દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી
- રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે
- આજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં રહેશે વધારો
હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો. જેમાં કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. તેમાં બે દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટશે. તથા આજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો રહેશે. તેમજ આજે 4થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
રાજ્યમાં બે દિવસ 15 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે
રાજ્યમાં બે દિવસ 15 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે. આ વર્ષની ઋતુમાં પહેલીવાર ગાંધીનગર 9 ડિગ્રીએ પહોંચ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે.
વડોદરા અને પોરબંદરમાં તાપમાન 13 ડિગ્રી
વડોદરા અને પોરબંદરમાં તાપમાન 13 ડિગ્રી છે. તેમજ ભુજ અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઠંડીની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો પારો હજુ ઘટશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે. ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.


