– અમેરિકામાં જોબગ્રોથની અપેક્ષા ૧ લાખ ૭૦ હજારની હતી તેની સામે હકીકતમાં આવો ગ્રોથ ૩ લાખ ૩૬ હજાર આવ્યો
– વિશ્વ બજારમાં સોનામાં મોડી સાંજે ફંડોનું સેલીંગ વધ્યું
Updated: Oct 7th, 2023
મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં નરમ હવામાન ચાલુ રહ્યું હતું. વિશ્વ બજારના સમાચાર મંદી બતાવતા હતા. અમેરિકામાં નોન- ફાર્મ પેરોલ્સના જોબ ગ્રોથના આંકડા ફેન્ટાસ્ટીક આવ્યા હતા. આના પગલે ત્યાં આગળ ઉપર વ્યાજમાં વધુ વૃદ્ધી થવાની શક્યતા વચ્ચે વિશ્વ બજારમાં સોનામાં આજે મોડી સાંજે ફંડોનું સેલીંગ વધ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૨૧થી ૧૮૨૨ વાળા નીચામાં ૧૮૧૦થી ૧૮૧૧ થઇ ૧૮૧૩ ડોલર રહ્યા હતા. અમેરિકામાં નોન- ફાર્મ પેરોલ્સનો જોબ ગ્રોથ ૩ લાખ ૩૬ હજાર આવ્યાના સમાચાર હતા. જેની અપેક્ષા ૧ લાખ ૭૦ હજારની રખાતી હતી. ત્યાં બેરોજગારીનો દર ૩.૮૦ ટકાના મથાળે જો કે જળવાઇ રહ્યો હતો.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૧.૦૫ વાળા નીચામાં ૨૦.૮૦ થઇ ૨૧.૦૩થી ૨૧.૦૪ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ઘટતા અટકી કિલોદીઠ રૂા. ૬૯૫૦૦ના મથાળે શાંત હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂા. ૫૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૮૮૦૦ના મથાળે જળવાઇ રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૮૬૫ વાળા ૮૫૪ થઇ ૮૫૬થી ૮૫૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૧૫૮ વાળા ૧૧૩૮ થઇ ૧૧૪૭થી ૧૧૪૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ઙભાવ આજે ૧.૦૭ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં નરમાઇ આગળ વધી હતી.
યુએસ ક્રૂડ તેલના ભાવ બેરલ દીઠ ૮૩.૫૪ વાળા ૮૧.૫૦ થઇ ૮૨.૪૨ ડોલર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૮૫.૨૩ વાળા ૮૩.૪૪ થઇ ૮૪.૩૬ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. દરમિયાન, મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂા. ૫૬૩૨૯ વાળા ૫૬૨૫૧ થઇ રૂા. ૫૬૩૧૩ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂા. ૫૬૫૫૫ વાળા રૂા. ૫૬૪૭૭ થઇ રૂા. ૫૬૫૩૯ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૭૨૦૪ વાળા રૂા. ૬૭૬૩૭ થઇ રૂા. ૬૭૦૯૫ રહ્યા હતા.
મુંબઇ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સ ચેન્જના દર રૂા. ૮૪.૦૫ વાળા વધારી રૂા. ૮૪.૧૫ કર્યાના સમાચાર હતા. આના પગલે દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઇફેક્ટીવ ઇમ્પોર્ટ ડયુટીમાં જેટલા પ્રમાણમાં વૃદ્ધી થઇ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.