રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં તમે પોતાને ખાસ બનાવવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી શકો છો. ગમે તેટલા સારો પોશાક પહેર્યો હોય પરંતુ જો ચહેરાની સુંદરતા ગાયબ હોય તો તહેવારની ઉજવણી ફિક્કી પડે છે. વરસાદના કારણે ચિપચિપ થયેલ ત્વચાને સુંદર બ્યુટી પાર્લરની મુલાકાત લેવી જરૂરી નથી. તમે ઘરે જ ફેસિયલ કરી ત્વચાને ચમકદાર અને સુંદર બનાવી શકો છો.
પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
આ ફેશિયલ કર્યા પછી ચહેરા પર પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે. ઘરે ફેશિયલ કરવા માટે બહારથી વધુ કોઈ સામગ્રી લાવવાની જરૂર નથી. ઘરના રસોડામાંથી આ જ વસ્તુઓ મળી રહેશે. બ્યુટી પાર્લર જેવું ફેશિયલ કરવા માટે સૌ પ્રથમ તમારે ચહેરાને કલીંઝરથી સાફ કરવો પડશે. આ કલીંઝર માટે તમે 1 ચમચી ચણાનો લોટ અને 3 ચમચી ગુલાબજળનો ઉપયોગ કરો. બંને વસ્તુઓને મિક્સ કરી 2 થી 3 મિનિટ સુધી હળવા હાથે ચહેરા પર ઘસો. ત્યારબાદ સાદા પાણીથી ચહેરો સાફ કરી લો.
સ્ક્રબિંગ કરવું જરૂરી
કલીંઝર કર્યા બાદ ચહેરા પર સ્ક્રબિંગ કરવું. આ સ્ક્રબિંગ માટે 2 ચમચી ચોખાનો લોટ અને 2 ચમચી દૂધનો ઉપયોગ કરવો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવો. 7 થી 8 મિનિટ ચહેરા પર આ પેક રાખો. અને પછી હાથમાં થોડું પાણી લઈ આ સ્ક્રબને હળવા હાથે ઘસો. સ્ક્રબ કર્યા બાદ ત્વચાના છિદ્રો ખુલી જાય છે એટલે તેમાં વધુ મેલના ભરાય માટે આઈસ એટલે કે ચહેરા પર બરફ ઘસો.
અથવા તો તમે એક બાઉલમાં બરફનું પાણી નાખી તેમાં થોડી સેકન્ડ પોતાનો ચહેરા રાખો.આમ, કરવાથી ત્વચામાં નિખાર આવશે. આ, કર્યા બાદ છેલ્લે ત્વચા પર 1 ચમચી બેસન, 1 ચમચી ચંદન પાઉડર અને 1 ચમચી મુલતાની માટીની સાથે દહીં લઈ પેક બનાવો. પછી આ પેકને બરાબર મિક્સ કરી ઓછામાં 15થી 20 મિનિટ ચહેરા પર લગાવી રાખો. આ પેક સૂકાઈ ગયા બાદ તમે સાદા પાણીથી ચહેરો સાફ કરી લો.
ફેશિયલના ફાયદા
આ ફેસિયલથી ચહેરા પર જમા થયેલ વધારાનું તેલ, ગંદકી અને નિસ્તેજતાથી છુટકારો મેળવી શકો છો. સ્ક્રબિંગથી બ્લેકહેડ્સ, વ્હાઇટહેડ્સ અને મૃત ત્વચા કોષો સંપૂર્ણપણે દૂર થશે અને ત્વચાને કુદરતી નિખાર મળશે. આ ફેસિયલથી ચહેરાને પાર્લર જેવી ચમક મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )