Skin care : મોટાભાગે એવું જોવા મળે છે કે ઉંમર વધતા ત્વચા પર તેની અસર દેખાવા લાગે છે. ખાસ કરીને મહિલાઓમાં જેમ જેમ ઉંમર વધે છે તેમ ચહેરાની ચમક ગાયબ થાય છે. 40 વર્ષ પછીની મહિલાઓમાં ચહેરામાં નિસ્તેજપણું જોવા મળ્યું છે. ઉંમર વધતા આંખોની આસપાસ કાળા કુંડાળા થવા લાગે છે અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. તો કેટલીક મહિલાઓને પિગમેન્ટેશનની સમસ્યા થવા લાગે છે. એટલે 40 વર્ષ બાદ ચહેરા પર ગ્લો રહે તેના માટે આ વસ્તુઓને તમારા આહારમાં સામેલ કરો.
ચહેરાની ચમક જાળવવા કરો આ ઉપાય
મહિલાઓમાં 40 વર્ષ બાદ મેનોપોઝ અને અન્ય બીમારીઓની અસર ચહેરા પર દેખાય છે. ઉંમર સાથે તમારી ત્વચામાં પણ ઘણા બદલાવ આવે છે. અને પૌષ્ટિક આહારના સેવન બાદ પણ વધતી ઉંમર સાથે ચહેરા પર વૃદ્ધત્વના ચિહ્નો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ચહેરાની ચમક જાળવી રાખવા પોતાના દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓને જરૂર સામેલ કરો.
દેશી ઘી : દેશી ઘીનું સેવન અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે. મહિલાઓએ પીરિયડના દુઃખાવા ઉપરાંત સાંધાના દુઃખાવા સહિતની સમસ્યામાં દેશી ઘીનું સેવન સારું માનવામાં આવે છે. આહારમાં ગાયના દૂધમાંથી બનેલું દેશી ઘીનું નિયમિત સેવન તમારા શરીરમાં કોલેજનનું ઉત્પાદન વધે છે, જેના કારણે તમારી ત્વચા કડક રહે છે અને તેમાં કરચલીઓ દેખાતી નથી.
આમળા : વિટામિન સીનો સારો સ્ત્રોત છે આમળા. તેના સેવનથી પેટમાં થતી બળતરા શાંત થાય છે. તેમજ એલોવેરા સાથે આમાળાના જયૂસનું સેવન અનેક ત્વચામાં થતી કાળાશ અને બ્લડ પ્રેશર જેવી બીમારીમાં ઘરેલુ ઉપચાર સાબિત થયો છે. ત્યારે વૃદ્ધાવસ્થા દૂર રાખવામાં પણ વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન કરવાથી શરીરમાં કોલેજનનું ઉત્પાદન થાય છે. જે ત્વચા સંબંધિત સમસ્યામાં અનેક લાભ આપે છે. તમે તેનો રસ બનાવી શકો છો અથવા તેને કાચા પણ ખાઈ શકો છો. તેના નિયમિત સેવનથી નિસ્તેજ ત્વચા ચમકદાર બનશે.