ચોમાસામાં વરસાદના આગમન સાથે બીમારીઓ પણ આવે છે. આ દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરે છે. વરસાદમાં ગંભીર બીમારીની જેમ ત્વચા સંબંધિત સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને યુવતીઓમાં વરસાદી દિવસોમાં ચહેરા પર ખીલ જોવા મળે છે. જેના કારણે તેઓ કયારેક ફંકશનમાં જવાનું ટાળે છે.
ચોમાસામાં ત્વચા સંબંધિત ખંજવાળ, ફોલ્લીઓ અને ખીલ જેવી સમસ્યાનો દૂર કરવા આ ઘરેલુ ઉપચાર વધુ ફાયદાકારક સાબિત થશે.
- લીમડાના પાનને પીસીને પેસ્ટ બનાવી તે ભાગ પર લગાવો. થોડા જ દિવસમાં ફોલ્લીઓ દૂર થવા લાગશે. તમે લીમડાના પાંદડા ઉકાળી આ પાણીથી દરરોજ સ્નાન કરો. આમ કરવાથી ત્વચાની એલર્જીની સમસ્યા ઓછી થશે.
- નારિયેળ તેલ અને કપૂર પણ ત્વચા સંબંધિત સમસ્યામાં ઉપયોગી બનશે. આ બંને વસ્તુઓનું મિશ્રણ કરો અને તેને એક એરટાઈટ વાસણમાં ભરી લો. અને નિયમિત સવારે અને સાંજ આ મિશ્રણને ત્વચામાં અસરગ્રસ્ત સ્થાન પર લગાવો. આ ઘરેલુ ઉપચાર ત્વચાની એલર્જીની સમસ્યામાં મોટી રાહત આપશે.
- ત્વચાની સમસ્યામાં એપલ સીડર એટલે કે સફરજન સીડર સરકો પણ લાભ કરશે. તમે એપલ સીડરમાં એલોવેરા અને હળદર નાખી પેસ્ટ બનાવો. દિવસમાં ત્રણ વાર ચહેરા પર 5 થી 10 મિનિટ આ પેસ્ટ લગાવો.આ પેસ્ટ ત્વચા પર ખંજવાળ અને ફંગલ બેક્ટેરિયાની સમસ્યામાં રાહત આપશે.
- દરેક ઘરમાં જોવા મળતો તુલસીનો છોડ પણ ત્વચાની સમસ્યા દૂર કરવામાં બેસ્ટ ઘરેલુ ઉપચાર છે. ત્વચામાં ચમક લાવવા માટે તમે લેમનગ્રાસમાંથી બનેલી ચાનું સેવન કરી શકો છો. કારણ કે તુલસી એક કુદરતી એન્ટિ-એલર્જિક ઔષધિ છે, જે મોસમી એલર્જી સામે લડવામાં અસરકારક છે. તુલસીના પાદડાનો ઉકાળો ફક્ત ત્વચા જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના વાયરલ ચેપથી બચાવે છે.