ચહેરો ઉંમરની ઓળખ બતાવે છે. 50 વર્ષ બાદ ચહેરા પર કરચલી દેખાવા લાગે છે. ચહેરા પર દેખાતી કરચલી કેવી રીતે દૂર કરવી તે મહિલાઓની મોટી મૂંઝવણ બને છે. કારણ કે બ્યુટી ટ્રીટમેન્ટ વધુ ખર્ચાળ હોય છે. પરંતુ જો ખાનપાનમાં સામાન્ય બદલાવ કરવામાં આવે તો 50ની ઉમંરમાં પણ 25 વર્ષની યુવતી જેવો નિખાર ચહેરા પર આવી શકે છે. ગ્લોઈંગ સ્કીન માટે ઘરેલુ ઉપચાર ફાયદો કરશે.
દૈનિક આહારમાં કરો સામેલ
દરેક વ્યક્તિ સુંદર થવાની ઈચ્છા રાખે છે. પરંતુ કયારેક ત્વચા સંબંધિત સમસ્યાના કારણે ઉંમર પહેલા જ ચહેરા પર કરચલી દેખાવા લાગે છે. ત્વચાની સંભાળ માટે રાસાયણિક ઉત્પાદનનો ઉપયોગ નુકસાન કરી શકે છે. માટે પોતાના દૈનિક આહારમાં આ ખાસ ડ્રિંકસને સામેલ કરશો તો સ્કીન ગ્લો કરશે.
આ ડ્રિંકસનું કરો સેવન રહેશો યુવાન
- નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેજનના ઉત્પાદન માટે જરૂરી છે. દરરોજ નારંગી અથવા તેના જયુસનું સેવન કરવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ અને યુવાન રહી શકે છે.
- દાડમમાં હાજર એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ સામે લડે છે, જે કરચલીઓ અને ફાઇન લાઇન્સ જેવા વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં મદદ કરી શકે છે. દરરોજ આહારમાં દાડમને ફળ અને રસ બંને તરીકે સમાવેશ કરી શકો છો.
- પાઈનેપલ ફળનું સેવન ચહેરોની કરચલી દૂર કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું “બ્રોમેલેન” નામનું એન્ઝાઇમ પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે અને શરીરના અવયવોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. વધુમાં, અનાનસમાં વિટામિન અને ખનિજો હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરી શકે છે.
- દ્રાક્ષ, તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોને કારણે, ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી હોય છે, જે કોલેજન ઉત્પાદનમાં મદદ કરે છે, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. દ્રાક્ષમાં હાજર એન્ટીઑકિસડન્ટ ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી પણ બચાવી શકે છે.
- આ ડ્રિંકસ ઉપરાંત તમે દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણીનું સેવન કરવાથી ત્વચા હાઈડ્રેટ રહેશે. અને શક્ય બને તો સવારના તડકામાં ચાલવાનું રાખો. જેના કારણે શરીરને વિટામિન ડી પણ સારા પ્રમાણમાં મળશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )