દરેક વ્યક્તિ સુંદર દેખાવા ઇચ્છે છે. ત્વચાને ચમકદાર બનાવવા અને ગ્લોઈંગ સ્કીન રાખવા યુવતીઓ બ્યુટિ પાર્લરમાં જઈ મોંઘી ટ્રીટમેન્ટ કરાવે છે. વ્યસ્ત જીવનશૈલીના અભાવે અને ખોટી આદતના કારણે ત્વચામાં ખીલ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્વચાની સમસ્યા દૂર કરવામાં એક શાકભાજી અનેક લાભ આપશે. જાણો લોકોના ફેવરીટ બટાકાની શાકભાજી કેવી રીતે ત્વચા માટે લાભકારક છે.
ત્વચાની સમસ્યામાં દૂર કરશે આ ઘરેલુ ઉપચાર
કયારેક જે લોકો સુંદર હોય તેમને કાળજીના અભાવે આંખ નીચે કાળા કુંડાળા પડી જાય છે. ત્વચાની આ સમસ્યામાં બજારમાં જોવા મળતી બટાકાના શાકભાજી ત્વચાની સમસ્યા દૂર કરવામાં અનેક રીતે ઉપયોગી બને છે. તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા બટાકાને પાતળા ટુકડાઓમાં કાપા પાડી દો. પછી આ બટાકાના ચિપ્સ જેવા ટુકડાને ચહેરા પર 5 થી 10 મિનિટ ઘસો. ત્યાબદ સાદા પાણીથી ચહેરો સાફ કરી. આ ઉપરાંત તમે કાચા બટાકાનો રસ કાઢીને પણ આખા ચહેરા તેમજ ગરદન પર લગાવી શકો છો. આ રસમાં થોડું ગુલાબજળ મેળવીને લગાવશો તો ચહેરો વધુ ચમકદાર બનશે. ત્વચાની સમસ્યા દૂર કરવા તમે આ ટીપ્સનો સપ્તાહમાં ત્રણ થી ચાર વખત ઉપયોગ કરો.
જાણો બટાકાના આ પેકના ત્વચા પર લાભ
બટાકામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ રહેલા છે. અને બટાકાનો રસનો આ પેક ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર કરશે. તેમજ બટાકામાં રહેલા વિટામિન સી અને અન્ય ઉત્સેચકો તમારી ત્વચાના લેયરને સુધારે છે અને ચહેરાને ચમકાવશે. સૂર્યપ્રકાશને કારણે ચહેરા પર ડાઘ ધબ્બા પડયા હોય અથવા અથવા ટેન થઈ ગયો હોય તો તમે બટાકાને કાપીને ચહેરા પર ઘસો. થોડા જ સમયમાં ટેનિંગની સમસ્યાથી છુટકારો મળશે. બટાકામાં બ્લીચિંગ એજન્ટ્સ જોવા મળે છે જે ચહેરા પરના ડાઘ દૂર કરવામાં અથવા ઘટાડવામાં મદદ કરી શકે છે. નિસ્તેજ ત્વચાની ચમક લાવવા પણ બટાકાના રસને સપ્તાહમાંથી બે થી ત્રણ વાર તેનો રસ લગાવો જરૂર ફાયદો થશે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છૅ અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )