- તમામ ઝોનમાં મળીને 114 દેશી દારૂનાં કેસ
- 666 લીટર દેશી દારૂ પકડાયો: પોલીસ
- વિદેશી દારૂના 18 કેસ કરાયા: પોલીસ
રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે અમદાવાદ પોલીસ દ્વારા નાતાલ અને નવા વર્ષ ઉજવણીમાં કેફી પદાર્થના સેવન ન કરે તે માટે ડ્રીન્ક એન્ડ ડ્રાઇવની ડ્રાઇવ યોજાઈ રહી છે, જેમાં પોલીસ દ્વારા કુલ 39 લોકો સામે કેસ કરાયા છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવમાં 24 તારીખથી શરૂઆત કરાઈ છે જેમાં કુલ 39 લોકો સામે કેસ કરાયા છે. DGP ની પ્રોહિબિશન ડ્રાઇવમાં તમામ ઝોનમાં મળી ને 114 દેશી દારૂના કેસ કર્યા છે. જેની સાથે જ 76 આરોપી પકડવામાં આવ્યા છે.
આ સાથે જ તપાસ દરમિયાન પોલીસે 666 લીટર દેશી દારૂ પકડાયો છે જેની કિંમત રૂ. 13,300 છે તેની સાથે કુલ 25,300 મુદ્દામાલ ઝડપાયો છે. જ્યારે વિદેશી દારૂના 18 કેસ કરાયા જેમાં 20 લોકો સામે કેસ કરીને અટકાયત કરવામાં આવી છે. તેમજ 791 વિદેશી દારૂ બોટલ 1.46 લાખની રકમ મળી આવી છે. જેની સાથે કુલ મુદ્દામાલ 3.88 લાખ નો મુદ્દામાલ ઝડપાયો છે.
પોલીસને આપવામાં આવશે ઈનામ
આ સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે. દારૂડિયા ચાલકોને પકડવા પોલીસને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે તેવું કહ્યું છે. મળશે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેરાત કરાઈ કે, પોલીસ કર્મચારીઓને 200 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.


