કેમિકલ યુક્ત કલર વડે હોળી રમવામાં ઘણી વખત સ્કિન અને વાળ ડેમેજ પણ થાય જેથી થોડી કાળજી રાખો
રંગ ઉમંગ અને ઉત્સવનું પર્વ છે હોળી. હોલિકા દહન બાદ બીજા દિવસે ધુળેટી પર્વ ઉજવવામાં આવે છે. સ્વજનો મિત્રો પરિવારજનો એકબીજાને રંગો વડે રંગે છે અને આ પર્વની ઉજવણી કરે છે. એક સમય હતો જ્યારે કેસુડા ના ફૂલો તેમજ અન્ય વનસ્પતિ ને પાણીમાં પલાળીને તેનો કલર બનાવવામાં આવતો છે ત્વચા માટે પણ ફાયદાકારક રહેતો જ્યારે આજે કેમિકલ યુક્ત કલર વડે હોળી રમવા માં ઘણી વખત સ્કિન અને વાળ ડેમેજ પણ થાય છે. એક દિવસ ના ઉત્સવ માં ત્વચા અને વાળને નુકસાન થાય તે યોગ્ય નથી જેથી રંગો વડે રમતા પહેલા થોડી કાળજી લેવામાં આવે તો દરેક માટે વાપરવા ખુશી અને આનંદનું બની જાય. રંગો વડે રમતી વખતે પોતાનું ધ્યાન રાખવા સાથે બાળકોની ત્વચાનું પણ ધ્યાન રાખો કારણ કે તેમની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે તેના વાળમાં પણ તેલ લગાવી રાખો જેથી કરીને વાળ બરછટ ના થાય. સ્કીન કેર માટે સખીરી બ્યુટી સલૂનના કાજલ પટેલે કેટલીક ટિપ્સ આપી છે
* હોળી રમતા પહેલા સનસ્ક્રીન ક્રીમ લગાવવુ ભૂલશો નહી. કારણ કે તીવ્ર તાપમાં તમારી ત્વચા બળી શકે છે. અને રંગ કાળો પડી શકે છે.
* બજારમાં ઉપલબ્ધ સિથેંટિક રંગોમાં હાનિકારક કેમિકલ અને કાચ પણ હોઈ શકે છે. જેનાથી તમારી ત્વચા અને આંખને નુકશાન પહોંચી શકે છે. તેથી ત્વચા અને વાળ પર સારી રીતે તેલ લગાવો.
* પ્રાકૃતિક રંગો કે ઘર પર બનેલા કેસૂડાના ફૂલ વાળા રંગથી હોળી રમવી. કાનના પાછળ, આંગળીઓના વચ્ચે પણ સારી રીતે તેલ લગાવવુ.
*નખ પર નેલ પોલીશ લગાવવી ભૂલશો નહી. વાળમાં નારિયેળ તેલ નાખીને સારી રીતે મસાજ કરો તેનાથી તમારા વાળ શુષ્ક નહી થાય.
* શરીરના મોટાભાગના ભાગને રંગથી બચાવવા માટે ફૂલ સ્લીવના કપડા પહેરવા, સૂતરના કપડા પહેરવા. કારણકે પલળ્યા પછી સિંથેટિક કપડા શરીર સાથે ચોંટી જાય છે.
* ફળ અને શાકભાજીની છાલને સૂકાવીને તેમાં ટેલકમ પાવડર અને સંતરાના છાલટાના પાવડર મિક્સ કરી હોળી રમવી એક સારો વિકલ્પ છે. તેમાં હળદર પાવડર, જિંજર રૂટ પાવડર અને તજ પાવડર પણ મિક્સ કરી શકાય છે. જે તમારી ત્વચાને હાનિકારક સિદ્ધ નહી થાય.
* આ પાવડરને જોર-જોરથી ત્વચા પર ન ઘસવું. કારણકે તેનાથી ચેહરા પર લલાશ, ખરોંચ કે દાણા પડી શકે છે. અને ત્વચામાં બળતરા થઈ શકે છે.
*હોળી રમ્યા પછી સૌમ્ય ફેશવોશ કે સાબુનો જ ઉપયોગ કરો. કારણકે હાર્શ સાબુથી ત્વચા રૂખી થઈ શકે છે. નાહ્યા પછી મોઈશ્ચરાઈજ ઝર અને બૉડી લોશન જરૂર લગાવો.
* વાળને સૌમ્ય હર્બલ શૈમ્પૂથી સારી રીતે ધોવું જેથ કેમિકલ્સવાળો રંગ વાળમાંથી સારી રીતે નીકળી જાય. શૈમ્પૂ પછી વાળને શુષ્કપણુ દૂર કરવા માટે એક ટબ પાણીમાં એક લીંબૂનો રસ મિક્સ કરી મિક્સ કરો અને તેના વડે ધુવો તેનાથી વાળ નરમ રહેશે.