ગૃહિણી હોય કે કામ કરતી સ્ત્રી હોય જો રસોડું આરામદાયક હોય તો તેનો અડધો થાક ઓછો થઈ જાય છે
સ્ત્રીઓનો મોટાભાગનો સમય રસોડામાં જતો હોય છે ગૃહિણી હોય કે કામ કરતી સ્ત્રી હોય જો રસોડું આરામદાયક હોય તો તેનો અડધો થાક ઓછો થઈ જાય છે. 24 કલાકમાંથી ત્રણ ટાઈમના ભોજન નો સમય ગણીએ તો મહત્વનો સમય રસોડામાં પસાર કરવાનો હોય છે તેથી જ્યારે પણ રસોડાનું ફર્નિચર લાઈટ કે પછી કોઈપણ ચીજ વસ્તુની ગોઠવણ કરવાની હોય ત્યારે અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો.
* જો તમે રસોડામાં લાકડાનું ફર્નિચર કરાવતા હોય તો ધ્યાન રાખો કે તેમાં ડાર્ક કલરનું સનમાઇકા લગાવવું. જો તમે હળવા રંગની સનમિકા લગાવશો તો તે ખૂબ ઝડપથી ગંદુ દેખાશે. એ પણ ધ્યાનમાં રાખો કે રસોડામાં કાચનું કામ ત્યારે જ કરાવવું જોઈએ જ્યારે ચીમની હોય, નહીંતર બધી ચીકાશ કાચ પર ચોંટી જવા લાગે છે.
* રસોડામાં લાઈટીંગની વ્યવસ્થા સારી હોવી જોઈએ પણ ઘણા લોકો આ ભૂલ કરે છે અને રસોડામાં લાઇટ સેટ કરતી વખતે ઓછા પ્રકાશવાળી લાઇટ લગાવે છે, જ્યારે રસોડામાં લાઇટ ગેસ સ્ટવની ઉપર હોવી જોઈએ જેથી તમને બધું સારી દેખાઈ શકે.
* ગેસ સ્ટોવને રસોડાની બારી નીચે ક્યારેય ના રાખો કારણ કે હવા સાથે આવતી ધૂળ સીધી જ રસોઈમાં જાય છે. એ જ રીતે ગેસ સ્ટોવને સિંકની બાજુમાં પણ ના મૂકો. ગેસ સ્ટવના સ્લેબને હંમેશા સાફ રાખવું જોઈએ.
* રસોડાની દિવાલો પર ક્યારેય પણ ચૂનો ના લગાવવો જોઈએ. હંમેશા ઓઇલ પેઇન્ટ જ રસોડાની દિવાલો માટે શ્રેષ્ઠ હોય છે. રસોઈ બનાવતી વખતે જે ચિકાસ દિવાલો પર લાગી જાય છે તેને સરળતાથી દૂર કરી શકાય છે. જો તમે તમારા રસોડાની દીવાલો પર ઓઈલ પેઈન્ટ્સ કરવો છો તો આ કામ વધુ સરળ થઈ જશે.
*રસોડામાં ક્યારેય સફેદ ટાઇલ્સ ના લગાવવી જોઈએ. સફેદ રંગ ખૂબ જ ઝડપથી ગંદો થઈ જાય છે. અને આ સિવાય ગેસ સ્ટોવની પાછળની દિવાલ પર ગ્લાસ વર્કવાળી ટાઇલ્સ ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં. વાસ્તવમાં તે સ્ટોવની ગરમીને કારણે તિરાડો પડવા લાગે છે.
*રસોડામાં ફર્શ પર લાકડાનું કામ ના કરાવો. રસોડામાં કામ કરતી વખતે ઘણી વખત ખાવાનો સામાન ફ્લોર પર પડી જાય છે જેના કારણે ફ્લોર વારંવાર ગંદો થાય છે અને તેને સાફ કરવું પડે છે. જો તમે લાકડાના ફ્લોરિંગ કરાવો છો, તો તે ઝડપથી બગડશે અને લાકડાના ફ્લોરિંગ પર કોઈપણ પ્રકારના ડાઘ પડી ગયા પછી તે સરળતાથી દૂર થતા નથી.
* રસોડામાં ઓર્ગેનાઈઝર હંમેશા એટલી ઊંચાઈ પર જ રાખો જ્યાં સુધી તમારા હાથ પહોંચી શકે. જો તમે આ વસ્તુઓને ખૂબ ઊંચા ફીટ કરાવશો તો તો તમે કાં તો તેનો ઉપયોગ કરી શકશો નહીં અથવા તો તેમાં રાખવામાં આવેલી વસ્તુઓને નીચે ઉતારવામાં મુશ્કેલી પડશે.
* જો કે આમ તો રસોડામાં ઓછામાં ઓછી સજાવટની વસ્તુઓ હોય એટલું સારું પરંતુ તેમ છતાં કેટલાક લોકો તેમના રસોડાને સજાવવાનું પસંદ કરે છે. ઘણા લોકો તેમના રસોડામાં પોસ્ટર અને વોલ સ્ટીકરો લગાવે છે પરંતુ તેમને નિયમિતપણે સાફ કરવા જોઈએ નહીં તો તેમાં ચિકાસ જમવા લાગે છે અને પછી તે ખરાબ થઇ જાય છે.
* રસોડામાં ક્યારેય 1 થી વધારે બારી ના રાખવી જોઈએ. જો તમારા રસોડામાં 1 થી વધુ બારી હોય તો તમારે તેને બંધ કરી દેવી જોઈએ કારણ કે રસોડું જેટલું ખુલ્લું હશે તેટલી ધૂળ અને ગંદકી ત્યાંથી આવશે. જો તમારા ઘરમાં ખુલ્લું રસોડું હોય અને ડ્રોઈંગ રૂમમાંથી સીધું જોઈ શકાય છે તો તમે તેને થોડું ઢાંકવા માટે સેપરેટરનો ઉપયોગ કરો.
* રસોડામાં ઉભા રહીને કામ કરવું સહેલું નથી તેથી રસોડામાં અલગથી બેસવાની જગ્યા રાખવી જોઈએ ખાસ કરીને જે રસોડામાં કામ કરે છે તેના માટે કિચન ચેર હોવી જોઈએ કે જેથી તેના પર બેસીને રસોઈ કરી શકાય.