ગ્રાહકને ૧૦૦ યુનિટના વપરાશે ૫૦ રૂપિયાનો ફાયદો થશે : ૧ ફેબ્રુઆરીના વપરાશ બીલથી જ અમલ
લોકસભાની ચૂંટણીનુ જાહેરનામું બહાર પડવાની ધડીઓ ગણાઈ રહી છે ત્યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા રાજયના ૧ કરોડ ૭૪ લાખ ગ્રાહકોને ફાયદો કરાવ્યો છે જેમાં ફયુલ ચાર્જમાં એક સાથે ૫૦ પૈસાનો ધટાડો કરવામાં આવતા વીજ ગ્રાહકોને યુનીટ દીઠ રૂપિયા ૫૦ થી માંડી ને ૬૦૦ સુધીનો ફાયદો થશે તેમ વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીનુ જાહેરનામું બહાર પડે તે પહેલા રાજય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને ફાયદો આપવાનું શરૂ કરી દીધું છે. વીજળી ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવતો કોલસો,ગેસ,લીગનાઈટ નો ઉપયોગ કરવામાં આવે છે જેને ફયુલ કહેવાય છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા બે ત્રણ વર્ષ બાદ ફયુલ ચાર્જના ભાવમાં તા.૧ ફેબ્રુઆરીથી અમલ થાય તે રીતે ૫૦ પૈસાનો સીધો ધટાડો કરવામાં આવતા પી.જી.વી.સી.એલ.ના ૫૮ લાખ વીજ ગ્રાહકોને ફાયદો થયો છે જ્યારે રાજયના ૧ કરોડ ૭૪ લાખ વીજ ગ્રાહકોને ફાયદો થશે જેમાં દાખલા તરીકે ૧૦૦ યુનીટનુ વીજ બીલ આવતુ હોય તેવા વીજ ગ્રાહકોને રૂપિયા ૫૦ નો ફાયદો થશે.
આમ લોકસભાની ચૂંટણી પૂર્વે રાજયના વીજ ગ્રાહકોને ફયુલ ચાર્જમા ધટાડો કરવામાં આવતા વીજ ગ્રાહકોને ફાયદો થશે .વીજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા બે ત્રણ વર્ષ પછી ફયુલ ચાર્જમાં એક સાથે ૫૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આમ એક સાથે આટલા પૈસા ધટાડવામાં આવ્યા નથી.
વીજ ગ્રાહકોને યુનીટ દીઠ ફાયદો થશે
વીજ ગ્રાહકો દરરોજ પોતાના ધરમાં જે વીજ વપરાશ કરતા હોય છે તેમા વીજ બીલમાં જે યુનીટ આવે છે તેમા ૧૦૦ યુનીટ વાપરનાર ને રૂપીયા ૫૦, ૨૦૦ યુનીટના બીલમાં રૂપિયા ૧૦૦, ૩૦૦ યુનીટ વાપરનાર ને રૂપીયા ૧૫૦, ૪૦૦ યુનીટ વાપરનારને રૂપિયા ૨૦૦ તથા ૫૦૦ યુનીટ વાપરનારને રૂપિયા ૨૫૦ તથા ૬૦૦ યુનીટ વાપરનાર વીજ ગ્રાહકોને રૂપિયા ૩૦૦ નો ફાયદો થશે આમ યુનીટ દીઠ વીજ ગ્રાહકોને રૂપિયા ૫૦ નો ફાયદો થશે.


