- શિયાળામાં બીટનું સેવન લાભદાયી
- એનિમિયાની ખામી દૂર કરવામાં ફાયદારૂપ છે બીટનું સેવન
- કેન્સર, સ્થૂળતા, હાઈ બીપીમાં પણ રાહત આપશે આ જ્યૂસ
શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે જો તમે તમારી હેલ્થને પરફેક્ટ અને હેલ્ધી બનાવી રાખવા ઈચ્છો છો તો તમે ગાજર અને બીટનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરી શકો છો. તમે બીટનું રાયતું પણ બનાવી શકો છો, બીટનો હલવો અને જ્યૂસ પણ ટ્રાય કરી શકો છો. ગાજરનો ઉપયોગ સલાડમાં અને હલવો બનાવવામાં કરી શકો છો. તો જાણો ગાજકર અને બીટનો ઉપયોગ કરવાથી તમારા શરીરને કયા ફાયદા થશે.
જાણો કયા રોગમાં લાભદાયી છે ગાજર અને બીટના જ્યૂસનું સેવન
- આયુર્વેદના અનુસાર શિયાળામાં બીટ અને ગાજરનો જ્યૂસ પીવાથે કેન્સરને કંટ્રોલમાં કરવામાં મદદ મળે છે. તેમાં અનેક એન્ટી કેન્સર ગુણ છે. તેનાથી શરીરમાં કેન્સર કોશિકાઓનું વધવું અટકાવી શકાય છે.
- જેમને હાઈ બીપીની તકલીફ છે તેઓએ શિયાળાની સીઝનમાં ગાજર અને બીટનો જ્યૂસ અચૂક પીવો. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત કરવામાં મદદ કરે છે.
- આ સિવાય જેમને સ્થૂળતાની તકલીફ છે તેઓએ રોજ બીટ અને ગાજરનો એક ગ્લાસ જ્યૂસ પીવો. તેના ફાઈબર અને ઓછી કેલેરીના કારણે ફેટ ઘટે છે અને શરીર ફિટ બને છે.
- એનિમિયાની તકલીફ એટલે કે શરીરમાં લોહીની ઊણપ ધરાવતા દર્દીઓ માટે બીટ અઅને ગાજરનો જ્યૂસ રામબાણ માનવામાં આવે છે. આ બંનેમાં પૂરતા પ્રમાણમાં આયર્ન હોય છે. તેનાથી શરીરમાં લોહી બનવાની ગતિ વધવા લાગે છે.
- જાણકારોના અનુસાર ગાજર અને બીટમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી પાચન તંત્ર તંદુરસ્ત હોય છે. તેનાથી અપચો, કબજિયાત અને ગેસની તકલીફ દૂર થાય છે.