નિરંજન શાહ સ્ટેડિયમમાં કશ્મીર માત્ર ૬3 રનમાં જ ઓલઆઉટ થઇ
વિજય હજારે ટ્રોફી 2025-26ની વન ડે ટુર્નામેન્ટમાં આજ રોજ રાજકોટ ખાતે અલગ અલગ ચાર મેચ રમાઈ છે. જેમાં એક મેચ બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે, બીજો મેચ આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે, ત્રીજો મેચ બરોડા અને હૈદરાબાદ વચ્ચે અને ચોથો મેચ ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે રમાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં વિજય હજારે ટ્રોફી 2025-26ની 24 ડિસેમ્બર 2025થી શરૂ કરી 8 જાન્યુઆરી 2026 સુધી અલગ અલગ 8 ટિમો વચ્ચે કુલ 28 મેચો રમાનાર છે જે પૈકી અત્યાર સુધી 12 મેચ રમાઈ ચુકી છે અને આજે 4 મેચ રમાઇ હતી.
વિજય હજારે ટ્રોફી 2025-26ની મેચ રાજકોટ જામનગર હાઇવે પર આવેલ ખંઢેરી ગામ સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બે મેચ રમાઈ રહી છે જયારે અન્ય બે મેચ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પેવેલિયન સણોસરા ખાતે રમાઈ રહી છે. જેમાં એક મેચ બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે સણોસરા ગ્રાઉન્ડ A ખાતે, બીજો મેચ આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ A ખાતે, ત્રીજો મેચ બરોડા અને હૈદરાબાદ વચ્ચે સણોસરા ગ્રાઉન્ડ B ખાતે અને ચોથો મેચ ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે નિરંજન શાહ સ્ટેડિયમ ગ્રાઉન્ડ B ખાતે રમાયો હતો.
બંગાળ અને જમ્મુ કાશ્મીર વચ્ચે મેચમાં બંગાળની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. જયારે બીજા આસામ અને ઉત્તરપ્રદેશ વચ્ચે મેચમાં આસામની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા પસંગ કર્યું છે તેમજ ત્રીજા બરોડા અને હૈદરાબાદ વચ્ચે મેચમાં હૈદરાબાદ ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું છે અને ચોથા ચંદીગઢ અને વિદર્ભ વચ્ચે મેચ વિદર્ભ ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવા નિર્ણય કર્યો હતો.
બંગાળે જમ્મુ કાશ્મીરને કારમી હાર અપાવી હતી જેમાં 63 રનમાં જમ્મુ કાશ્મીર ટિમ ઓલઆઉટ થઇ જત તેની સામે બંગાળની ટીમે માત્ર 9.3 ઓવરમાં એક વિકેટ ગુમાવી જીત હાસિલ કરી હતી.


