- IDFએ બોર્ડર પોલીસ સાથે મળીને આતંકવાદ વિરોધ કરી કાર્યવાહી
- 60 કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં 10 આતંકી ઠાર
- આતંકીઓ પાસેથી 50થી વધુ ઘાતક હથિયાર, વિસ્ફોટક સામગ્રી જપ્ત
ઈઝરાયેલની સેનાનો દાવો કર્યો છે કે જેનિનમાં સુરક્ષા દળોની કાર્યવાહી 60 કલાક સુધી ચાલી હતી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ ઓપરેશન વિશે એક નિવેદનમાં કહ્યું કે, 60 કલાકના ઓપરેશનમાં 10 આતંકીઓને ઠાર કર્યા છે.
2 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી હિંસા અને યુદ્ધને કારણે અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા છે. સેનાએ કહ્યું કે 60 કલાકથી વધુ ચાલેલા ઓપરેશનમાં 10 આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સૈનિકો, બોર્ડર પોલીસ સાથે મળીને જેનિનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. શરણાર્થી કેમ્પ અને જેનિનમાં આ ઓપરેશનમાં 10થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
IDFએ 60 આતંકવાદીઓની કરી ધરપકડ
ઇઝરાયેલી સૈનિકોએ શોધખોળ દરમિયાન 60 વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આતંકવાદીઓ પાસેથી 50થી વધુ શસ્ત્રો, અનેક વિસ્ફોટક સામગ્રી અને એક લાખથી વધુ રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન, ઇઝરાયેલી સુરક્ષા દળોએ જુડિયા અને સમરિયામાં 14 વોન્ટેડ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આમાંથી ત્રણ આતંકી સંગઠન હમાસ સાથે જોડાયેલા છે.
60 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં શું થઇ કાર્યવાહી
60 કલાક સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન ઈઝરાયેલી એરફોર્સે આતંકીઓની બે ટુકડીઓ પર હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, સંરક્ષણ અને વળતા હુમલામાં આતંકવાદીઓ દ્વારા ઇઝરાયેલી દળો પર વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. સેનાએ જડબાતોડ જવાબ આપ્યો અને એરક્રાફ્ટ સ્ટ્રાઈકમાં સાત આતંકીઓ માર્યા ગયા. અન્ય ઘણા આતંકવાદીઓને ગંભીર રીતે ઘાયલ કરવામાં પણ સફળતા મળી છે.


