- હુથીઓએ ફરી એકવાર લાલ સમુદ્રમાં હુમલા શરૂ
- આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિરોધ છતાં ઈઝરાયેલે રફાહમાં હુમલો
- લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજોને લઇ અમેરિકન સેના એલર્ટ પર
હમાસ અને ઇઝારેયલ યુદ્ધ વચ્ચે હવે ત્રીપાખયો જંગ જામ્યો છે. હુતીઓએ ફરી એકવાર લાલ સમુદ્રમાં હુમલા શરૂ કર્યા છે. થોડા દિવસોની શાંતિ બાદ લાલ સમુદ્ર ફરી એકવાર હુથી રોકેટ અને મિસાઈલના અવાજોથી ગુંજી ઉઠ્યો છે. આ જોખમોનો સામનો કરવા માટે, યુએસ ડ્વાઇટ ડી. આઇઝનહોવર વિમાન લાલ સમુદ્રમાં પરત ફર્યું છે.
તમામ ઈસ્લામિક દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વિરોધ છતાં ઈઝરાયેલે રફાહમાં હુમલો કર્યો છે. દરમિયાન, લાલ સમુદ્રમાં ફરી ઉથલપાથલ વધી છે. લાલ સમુદ્રમાં લશ્કરી દળોના અહેવાલો અનુસાર, યમનમાં હુતી બળવાખોરોએ હુમલાઓની નવી શ્રેણી શરૂ કરી છે. દક્ષિણ ગાઝાના રફાહ શહેરમાં ઈઝરાયેલની કાર્યવાહીના જવાબમાં હુતીની નવી કાર્યવાહી કરવામાં આવી છે. જે બાદ અમેરિકન સેના એલર્ટ પર છે અને લાલ સમુદ્રમાં યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દેવામાં આવી છે.
અમેરિકન અધિકારીએ જણાવ્યું કે યુએસ ડ્વાઇટ ડી. આઇઝનહોવર વિમાન લાલ સમુદ્રમાં પરત ફર્યું છે. તમને જણાવી દઈએ કે આ એરક્રાફ્ટ લાલ સમુદ્રમાં હુતી હુમલાઓને રોકવામાં સૌથી આગળ હતું. જે થોડા દિવસોના વિરામ માટે લાલ સમુદ્રમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી, હવે ડ્વાઇટ ડી. આઇઝનહોવરને લાલ સમુદ્રમાં પાછા તૈનાત કરવામાં આવ્યા છે.
હુથીએ અત્યાર સુધીમાં 140 હુમલા કર્યા
અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુથીઓએ 19 નવેમ્બરથી લાલ સમુદ્ર અને એડનની ખાડીમાં ઓછામાં ઓછા 140 હુમલા કર્યા છે. તેમના હુમલાની શરૂઆત કરતી વખતે, હુથીએ લાલ સમુદ્રમાં ફિલ્મી શૈલીમાં જહાજને બંધક બનાવ્યું હતું. તમને જણાવી દઈએ કે, હુતીના પ્રવક્તા યાહ્યા સારીએ વચન આપ્યું છે કે જ્યાં સુધી ગાઝામાં હુમલા બંધ ન થાય ત્યાં સુધી તેઓ ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવતા રહેશે.


