- આજે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા શપથ લેશે
- શપથ લેતા પહેલા રાજસ્થાનના નવા સીએમ ભજન લાલે સૌથી પહેલા માતા-પિતાના પગ ધોયા હતા
- સંત મૃદુલ કૃષ્ણ શાસ્ત્રીના ચરણોમાં નમીને આશીર્વાદ લીધા હતા
રાજસ્થાનને આજે 14માં મુખ્યમંત્રી મળશે. આજે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા શપથ લેશે. કેન્દ્રીય નેતૃત્વ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ મંત્રીઓની નિમણૂક કરવામાં આવશે. શપથ લેતા પહેલા રાજસ્થાનના નવા સીએમ ભજન લાલે સૌથી પહેલા માતા-પિતાના પગ ધોયા હતા. કહેવાય છે ને કે અડસઠ તીરથ મારા માતા-પિતાના ચરણે આ કહેવતને ખરા અર્થે ચરીતાર્થ કર્યુ હતુ. આ પછી તેમણે સંત મૃદુલ કૃષ્ણ શાસ્ત્રીના ચરણોમાં નમીને આશીર્વાદ લીધા હતા. આ સમારોહમાં પીએમ મોદી પણ હાજર રહેશે.
રાજ્યપાલ કલરાજ મિશ્રા ત્રણેયને શપથ લેવડાવશે
વડાપ્રધાન મોદી કાર્યક્રમમાં હાજરી આપવા માટે બપોરે 12:10 વાગ્યે જયપુર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ લગભગ 12:30 વાગ્યે આલ્બર્ટ હોલ પહોંચશે. શપથ ગ્રહણ સમારોહ બપોરે 12.45 થી 1 વાગ્યાની વચ્ચે યોજાશે.
ભજનલાલ શર્માના રાજ્યાભિષેકની સાથે જ બે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ શપથ લેશે
ભજનલાલ શર્માના રાજ્યાભિષેકની સાથે જ બે ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા પણ શપથ લેશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા ત્રણેયને શપથ લેવડાવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને ઘણા કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે.
CM તરીકે શપથ લેવા જઈ રહેલા ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે.
ભજનલાલ શર્મા પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. મંગળવારે પક્ષના કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડેની હાજરીમાં ભાજપ વિધાનસભ્ય દળની બેઠકમાં તેમને મુખ્ય પ્રધાન-નિયુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. વસુંધરા રાજેએ ધારાસભ્ય દળના નેતા તરીકે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને સ્પીકર બનાવવામાં આવ્યા છે.
ભાજપ હાઈકમાન્ડે સૌને ચોંકાવી દીધા અને ભજનલાલની પસંદગી કરી
દિયા કુમારીએ વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાજસમંદથી ચૂંટણી જીતી હતી. તેઓ 5.51 લાખથી વધુ મતોથી જીત્યા હતા. તેઓ જયપુરના રાજવી પરિવારના છે. તેમણે વર્ષ 2013માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તે બે વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ છે. અહીં વસુંધરા રાજે, દિયા કુમારી, ગજેન્દ્ર શેખાવત, બાબા બાલકનાથ, રાજ્યવર્ધન રાઠોડના નામ સીએમ પદ માટે ચર્ચામાં હતા, પરંતુ ભાજપ હાઈકમાન્ડે બધાને ચોંકાવી દીધા અને ભજનલાલ શર્માની પસંદગી કરી.


