બીજા દેશની સરખામણી કરતા પહેલા ભારતીય નાગરીકે પોતાની નાગરીક ફરજો સમજવી જરૂરી છે
ભારતરત્ન મિસાઈલ મેન ડો. અબ્દુલ કલામની તા.27 જુલાઇના પુણ્યતિથિ છે. ડો. કેશવરાવ બલીરામ હેડગેવારે કહ્યું હતું કે, ”વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ” તે જ વાત ભારતરત્ન ”મિસાઈલમેન” ડો. અબ્દુલ કલામનો એક સંદેશો ઈન્ટરનેટ ઉપર દેશના લોકોને શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે મૂકવામાં આવ્યો હતો, એ સંદેશાને જબરજસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત થઇ છે.
શું આપની પાસે દેશ માટે દસ મિનિટ છે ? આવા એકદમ નિરાળા ઈ-મેઈલ સંદેશા વડે ડોકટર કલામે ઘરના એક મુખ્ય વ્યકિતની હેસિયતથી દેશવાસીઓને એવો મીઠો ઠપકો આપ્યો છે કે, જે લોકો એવો સંદેશો વાંચે તેને પોતાની જાત ઉપર શરમ આવવા લાગે, તેમના તરફથી એવી સલાહ આપવામાં આવી છે કે, દરેકના મનમાં ભારત અને ભારતીયતા પ્રત્યે ગૌરવ ઉત્પન્ના થાય, ડોકટર કલામે પોતાના સંદેશાની શરૂઆતમાં જ પૂછયું કે, : ”શું તમારી પાસે દેશ માટે દસ મિનિટનો સમય છે ? જો છે તો આ સંદેશો વાંચો, નહિં તો તમારી મરજી.” ત્યારબાદ દેશના લોકોની વિચારધારા બતાવીને તેઓ કહે છે કે
આપ કહો છો કે, અમારી સરકાર કામ કરતી નથી., આપ કહો છો કે, અમારા કાયદા જૂના થઈ ગયા છે.
આપ કહો છો કે, ફોન કામ કરતા નથી, રેલ્વે મજાક બની ગઈ છે, આખી દુનિયામાં અમારી એરલાઈન્સ બધા કરતા ખરાબ છે., પોસ્ટના કાગળો ઉપરના માળ સુધી પહોંચાડવામાં આવતા નથી., આપ કહો છો કે, અને કહેતા રહો છો, આપે આ વિષયમાં શું કર્યુ ?, ત્યારબાદ રાષ્ટ્રપતિએ કહ્યું કે, એમ ધારી લેવામાં આવે કે, એક વ્યકિત સીંગાપુરમાં જઈ રહી છે. આવી વ્યકિતને, તમો તમારૂં પોતાનું નામ આપો અને તમે તેને તમારી સીકલ આપો.
ડોકટર કલામે આગળ મુંબઈ મહાનગરપાલિકાનો દાખલો આપીને જણાવ્યું કે,”શ્રીમંત લોકો પોતાના કુતરાને લઈ રસ્તા પર ફરવા નીકળે છે અને જયાં ત્યાં ગંદકી કરીને પાછા પહોંચી જાય છે અને ગંદકી માટે સત્તાવાળાઓનો દોષ કાઢે છે. શું તેઓ એવી આશા રાખે છે કે, જયારે પણ તેઓ બહાર ફરવા નીકળે ત્યારે એક ઓફિસર તેમની પાછળ ઝાડુ લઈને ચાલે અને જયારે તેમનો કૂતરો સંડાસ કરે ત્યારે એક વાટકો તેની પાછળ લગાવે ? રાષ્ટ્રપતિએ એવા ઉદાહરણો આપ્યા છે કે, અમેરિકા અને જાપાનમાં કુતરાએ કરેલું સંડાસ કુતરાના માલિકે પોતે સાફ કરવું પડે છે. ત્યારબાદ આવી વ્યવસ્થા માટે ડોકટર કલામે જણાવ્યું છે કે, આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને ત્યાં આગળ આપણી તમામ જવાબદારીઓ ખાલી કરીને આવી જઈએ છીએ. આપણે આરામથી બેસીને એમ વિચારીએ છીએ કે, હવે આપણા નખરાંઓને સહન કરી લેવામાં આવશે અને સરકાર અમારૂં તમામ કામ કરશે અને આપણે જમીન પર પડેલા કાગળોના ટૂકડાઓને કચરાપેટીમાં નાંખવાની તકલીફ પણ ઉઠાવતા નથી. રેલ્વે આપણને સાફ સુથરા બાથરૂમ આપશે પરંતુ તેને વ્યવસ્િથત કેમ વાપરવા તે પણ આપણે શીખશું નહિં ? ડોકટર કલામે કહ્યું કે, હાલમાં આવા પ્રકારનું વલણ પ્રવર્તમાન છે. આપણે ડ્રોઈંગરૂમમાં બેસીને ગળું ફાડી ફાડીને દહેજની વિરૂધ્ધ બૂમો પાડીએ છીએ પરંતુ આપણા પોતાના ઘરમાં તેનાથી વિપરીત કૃત્ય કરીએ છીએ અને બહાનું તો જુઓ, પુરી વ્યવસ્થા ખરાબ છે. જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉ તો કયો મોટો ફરક પડવાનો છે ?
ભુતપૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના સંદેશોમાં પૂછ્યું કે, કોણ આ વ્યવસ્થા બદલશે? આ વ્યવસ્થા કોની છે? તમો સરળતાથી કહી દેશો કે અમારા પાડોશી, આજુબાજુના ઘરવાળા, બીજા શહેરો, અન્ય સમુદાયો અને સરકાર પરંતુ તેમાં આપનો અને મારો સમાવેશ બિલકુલ થતો નથી. જયારે કંઈ સા− કરવાનો આપણો પ્રસંગ આવે છે તેવા વખતે આપણે આપણા કુટુંબને સુરક્ષિત કવચમાં મૂકી દઈએ છીએ. બીજા દેશો તરફ જોઈએ છીએ અને આશા રાખીએ છીએ કે, કોઈ મિસ્ટર કલીન આવશે જે પોતાના જાદુઈ હાથ વડે ચમત્કાર કરશે અને જો એવું બનશે નહિં તો આવા દેશ છોડીને ચાલી જશો. એમણે કહ્યું, અમે આવા ડરથી અમેરિકા ભાગી જઈશું. જો ઈંગ્લેન્ડમાં રોજગારી નહિ મળે તો આપણે ખાડીના દેશમાં ચાલી જશું. જો ખાડીના દેશમાં યુધ્ધ છેડાઈ જાય તો આપણે કહીશું કે, ભારત સરકાર અમને બચાવીને ઘેર લઈ આવે. આપણે દરેક દેશને ગાળ આપવા માટે તૈયાર છીએ. પરંતુ ઘરની વ્યવસ્થામાં આપણે કોઈ હકારાત્મક વલણ અપનાવીને પોતાનું યોગદાન આપવા માટે વિચાર કરતા નથી. શું આપણે આપણા આત્માને પૈસાના હાથમાં ગીરવે મૂકી દીધો છે ? ડોકટર કલામે નાગરિકોને દેશની વ્યવસ્થામાં સકારાત્મક યોગદાન આપવા માટે જોરપૂર્વક કહ્યું છે.
દેશના શ્રેષ્ઠ નાગરિક બનાવ માટેની શરૂઆત કરવા ડોકટર કલામે અપીલ કરતાં કહ્યું કે જો આ સંદેશમાં જે કાંઈપણ કહેવામાં આવ્યું છે તેની સાથે તમે સહમત છો તો તમે તમારા બીજા દસ સાથીઓને આવા કામમાં સામેલ કરો અને તેમને આ સંદેશો મોકલો.
જો ભારતે ર૦ર૦માં વિકસિત થવું હશે તો તે કેવલ યુવાનોના ખભા પર બેસીને જ થઈ શકશે.
વિદ્યાર્થીઓ માટે છ સૂત્રી પ્રતિજ્ઞા
હું મારો અભ્યાસ નિષ્ઠાપૂર્વક કરીશ અને તેમાં શ્રેષ્ઠ દેખાવ કરીશ.
હું ઓછામાં ઓછાં પાંચ વૃક્ષો વાવીશ અને તેના વિકાસ માટે સતત દેખભાળ કરીશ.
હું મારાં દુ:ખી ભાઈ-બહેનોનું દુ:ખ દૂર કરવા માટે સતત પ્રયાસ કરીશ.
હું એક પ્રબૂદ્ઘ નાગરિક બનવાની દિશામાં પ્રયત્ન કરીશ અને મારા કુટુંબને સચ્ચાઈના માર્ગ લઈ જઈશ.
હું શારીરિક અને માનસિક વિકલાંગ વ્યકિતઓનો મિત્ર બનીશ અને તેમને સામાન્ય મનુષ્ય જેમ સહજ અનુભૂતિ
કરાવવાનો પ્રયાસ કરીશ.
હું પ્રતિજ્ઞા કરું છું કે હું મારા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રમાણિકતાથી પરિશ્રમ કરીશ.
– સ્વ. ભુતપૂર્વ રાષ્ટ્રપતિનો સંદેશો


