By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નરસિમ્હા રાવ, ચરણસિંહ, સ્વામિનાથનને ભારતરત્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

નરસિમ્હા રાવ, ચરણસિંહ, સ્વામિનાથનને ભારતરત્ન

agragujaratnews
Last updated: 2024/02/10 at 8:07 AM
2 years ago
Share
નરસિમ્હા રાવ, ચરણસિંહ, સ્વામિનાથનને ભારતરત્ન
SHARE

  • ચાલુ વર્ષે પાંચ મહાનુભાવોને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન
  • અગાઉ કર્પૂરી ઠાકુર, અડવાણીને આપવાની જાહેરાત થઈ ચૂકી છે
  • અડવાણી સિવાયના ચારેય મહાનુભાવોને આ સન્માન મરણોપરાંત અપાશે

1991ના આર્થિક સુધારાના પ્રણેતા ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ, ખેડૂતોના તારણહાર ગણાતા ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ અને હરિતક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામિનાથનને ભારતરત્ન આપવાની પીએમ મોદીની જાહેરાત

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાનો-ચૌધરી ચરણસિંહ અને પી. વી. નરસિમ્હા રાવને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. વિજ્ઞાની એમ. એસ. સ્વામિનાથનને પણ ‘ભારત રત્ન’ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પછી એક ત્રણ પોસ્ટ કરીને ત્રણેય હસ્તીઓ વિશે લખીને તેમને આ સન્માન આપવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને પણ ‘ભારત રત્ન’થી નવાજવાની જાહેરાત કરાઈ હતી. અડવાણી સિવાયના ચારેય મહાનુભાવોને આ સન્માન મરણોપરાંત અપાશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આ સન્માન દેશ માટે તેમણે આપેલા અતુલ્ય યોગદાનને સમર્પિત છે. તેમણે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. ખેડૂતો માટેનો તેમનો સમર્પણભાવ અને કટોકટી દરમિયાન લોકશાહી માટેની તેમની કટિબદ્ધતા આખા દેશને પ્રેરિત કરનારી છે. નરસિમ્હા રાવને ‘ભારત રત્ન’ સન્માન અંગે મોદીએ કહ્યું કે એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને રાજકારણી તરીકે તેમણે દેશની વ્યાપક સ્તરે સેવા કરી. તેમનું દૂરદર્શી નેતૃત્વ ભારતને આર્થિક રીતે ઉન્નત બનાવવામાં, દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં સહાયક બન્યું હતું.

વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં વૈશ્વિક બજારો માટે ભારતના દ્વાર ખોલી દેવાયા, જેનાથી આર્થિક વિકાસના એક નવા યુગને પ્રોત્સાહન મળ્યું જ્યારે ડૉ. એમ. એસ. સ્વામિનાથન એક એવી હસ્તી હતા કે જેમને હું નજીકથી ઓળખતો હતો અને તેમની અંતદૃષ્ટિ તથા તેમના ઇનપુટ્સને હંમેશા મહત્ત્વ આપતો હતો. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા ઉત્તમ પ્રયાસો કર્યા હતા. તેમના દૂરદર્શી નેતૃત્વએ દેશમાં ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરી. કૃષિ ક્ષેત્રના નિષ્ણાતનું પ્રથમવાર આ રીતે અભિવાદન થવા જઈ રહ્યું છે.

વડાપ્રધાને દિલ જીતી લીધું : જયંત ચૌધરી

પૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ ખેડૂત નેતા ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની નરેન્દ્ર મોદી સરકારની જાહેરાતથી ચૌધરી ચરણસિંહના પૌત્ર અને રાષ્ટ્રીય લોક દલ (રાલોદ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ ખૂબ આનંદ સાથે વડાપ્રધાન મોદીનો આભાર માનતા કહ્યું કે, તમે દિલ જીતી લીધું. તેમણે પીએમ મોદીની પોસ્ટને રિપોસ્ટ પણ કરી હતી. ચૌધરી ચરણસિંહને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાની મોદી સરકારની જાહેરાત બાદ જયંત ચૌધરીએ તેમના પક્ષના કાર્યકરો-સમર્થકોમાં મીઠાઇ પણ વહેંચી હતી. તેઓ એનડીએમાં જોડાશે કે નહીં એવું પત્રકારોએ પૂછતાં જયંતે કહ્યું હતું કે, એમાં કોઇ શંકા છે ખરી? હું આજે કેવી રીતે ના પાડી શકું? અમારી વર્ષો જૂની માગણીનો સ્વીકાર થયો છે.

મારા પિતાજી હયાત હોત તો તેમને ઘણો આનંદ થાત : સૌમ્યા સ્વામિનાથન

એમ. એસ. સ્વામિનાથને કૃષિક્ષેત્રે આપેલા યોગદાનની કદર કરવા બદલ તેમના પુત્રી સૌમ્યા સ્વામિનાથને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને તેમની સરકારનો આભાર માનતા કહ્યું હતું કે, અમે વડાપ્રધાનના અને ભારત સરકારના ખૂબ આભારી છીએ. મારા પિતાજી આજે હયાત હોત તેમને ઘણો આનંદ થયો હોત કેમ કે તેમણે આખી જિંદગી દેશની સેવા કરી. મને ખાતરી છે કે જો આ સમાચાર તેમની હયાતીમાં આવ્યા હોત તો તેઓ પણ ખુશ થયા હોત પરંતુ તેઓ પુરસ્કારો કે પ્રસિદ્ધિ માટે કામ કરનારા માણસ નહોતા. તેઓ ગ્રાઉન્ડ લેવલે જે કાર્યો કરતા હતા તેના પરિણામોથી તેઓ પ્રેરણા-પ્રોત્સાહન મેળવતા હતા.

થોડો વિલંબ થયો, પણ વાંધો નહીં નરસિમ્હા રાવના પુત્રી

પૂર્વ વડાપ્રધાન પી. વી. નરસિમ્હા રાવના પુત્રી અને BRSના વિધાન પરિષદ સભ્ય વાણીદેવીએ તેમના પિતાને ‘ભારત રત્ન’થી નવાજવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે પક્ષાપક્ષીના ભેદભાવથી ઉપર ઊઠીને મારા પિતાને ‘ભારત રત્ન’ સન્માન આપવાનો નિર્ણય આપણા વડાપ્રધાનના સારા મૂલ્યો અને સારી રીતભાત દર્શાવે છે. મારા પિતાને આ સન્માન મળવામાં થોડો વિલંબ થયો છે પણ કંઇ વાંધો નહીં. જો કે નરસિમ્હા રાવના પૌત્ર એન. વી. સુભાષે ગાંધી પરિવારની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષની નિષ્ફળતા માટે ગાંધી પરિવાર દ્વારા નરસિમ્હા રાવને બલીનો બકરો બનાવાયા હતા. મારા દાદા કોંગ્રેસ પક્ષના હોવા છતાં પીએમ મોદીએ તેમનું સન્માન કર્યું.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 5 days ago
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
 ભૂજના માધાપર અને ભૂજોડી ગામમાં ગાજવીજ અને કરા સાથે માવઠું ખાબકયું
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?