- વિકસિત ભારત સંકલ્પ યાત્રા 5 રાજ્યોમાં શરૂ
- પીએમ મોદીએ યાત્રાને દેખાડી લીલીઝંડી
- પીએમ મોદીએ લાભાર્થીઓ સાથે કરી વાતચીત
દેશમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ. આ પાંચ રાજ્યોમાં સંકલ્પયાત્રા શરૂ કરવામાં આવી છે. આ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લાગુ આચારસંહિતાને કારણે સંકલ્પ યાત્રા શરૂ થઇ ન હતી. ત્યારે આજે પીએમ મોદીએ 5 રાજ્યોમાં સંકલ્પ યાત્રાને હરી ઝંડી બતાવી હતી. મહત્વનું છે કે અન્ય રાજ્યોમાં પણ આ યાત્રા ચાલી રહી છે. જે સેંકડો શહેરી જ નહીં પરંતુ હજારો ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી રહી છે.
નવી સરકારોને કરી અપીલ
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જે પાંચ રાજ્યોમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ રહી છે ત્યાંની નવી સરકારોને અપીલ છે કે તેઓ પોતપોતાના રાજ્યોના લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે દરેક સિસ્ટમને મજબૂત કરે. તેમણે કહ્યું કે અમારી સરકારનો ઉદ્દેશ્ય કેન્દ્રીય યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે.
લાભાર્થીઓ સાથે પીએમ મોદીએ કરી વાતચીત
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઘણા લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. લાભાર્થીઓએ પીએમ સાથે વાત કરતા તેમના અનુભવો શેર કર્યા હતા. વિકાસ ભારત સંકલ્પ યાત્રા ખાસ કરીને દેશના તે ગરીબ ખેડૂતો અને મજૂરો માટે શરૂ કરવામાં આવી છે, જેઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી બાંયધરી યોજનાઓ સુધી પહોંચી શક્યા નથી.
શહેરોની મોટી ભૂમિકા- પીએમ મોદી
પીએમ મોદીએ વર્ચ્યુલી સંબોધન કરતા જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પ માટે આપણા શહેરોની બહુ મોટી ભૂમિકા છે. આઝાદી પછી લાંબા સમય સુધી વિકાસ થોડા મોટા શહેરો પૂરતો મર્યાદિત હતો. પરંતુ આજે અમે અમૃત મિશન અથવા સ્માર્ટ સિટી મિશન હેઠળ, નાના શહેરોમાં પાયાની સુવિધાઓ સુધારવામાં આવી રહી છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે પાણી પુરવઠો, ડ્રેનેજ, ગટર વ્યવસ્થા, ટ્રાફિક સિસ્ટમ, સીસીટીવી નેટવર્ક વગેરે જેવી સુવિધાઓ સતત અપગ્રેડ કરવામાં આવે. સ્વચ્છતા, સાર્વજનિક શૌચાલય અને એલઇડી સ્ટ્રીટ લાઇટ પર પણ આ સ્તર પર પ્રથમ વખત કામ કરવામાં આવી રહ્યું છે. આની સીધી અસર જીવનની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા પર પડે છે.


