ઝઘડિયા નજીક મુલદ ટોલ પ્લાઝા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક લઇને ફરાર થયેલા ડ્રાઇવર સામે ગુનો નોંધાયો છે. ઝઘડિયા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ સુરત ખાતે રહેતા સિધ્ધાર્થ ભરતભાઇ જોષી તા.5મી ના રોજ રાતના સાડા નવ વાગ્યાના સમયે તેમના ડ્રાઇવર સાથે કારમાં વડોદરા થઇને કેવડીયા જવા નીકળ્યા હતા. તેઓ રાતના સાડા બાર વાગ્યાના સમયે ઝઘડિયા તાલુકાના મુલદ નજીક ઓવરબ્રીજ પસાર કરીને ભરૂચ તરફ જઇ રહ્યા હતા,તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક આવતા બાજુમાંથી પસાર થતી એક ટ્રકના ચાલકે તેમની કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ડ્રાઇવર સાઇનો ભાગ અંદર દબાઇ ગયો હતો.
https://sandesh.com/maru-saher-maru-gaam


