ભરૂચ તાલુકાના જુના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર પરિવાર દ્વારા જુના તવરા બસ સ્ટેશન પાસે પરિક્રમાવાસીઓ માટે જમવાની રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાય છે. નર્મદા પરિક્રમાવાસીઓને કડકડતી ઠંડીમાં સ્નાન કરવા માટે ગરમ પાણી અને ચા-નાસ્તો અને ભોજન સહિત રાત્રે રોકાણની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
ભરૂચ જિલ્લામાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં પરિક્રમાવાસીઓ માટે સેવા અને સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે નર્મદા નદીના તટ પર આવેલુ જુના તવરા ગામ પરથી પસાર થતા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચા-નાસ્તો તથા જમવાની અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરાઇ છે.પરિક્રમાવાસીઓ માટે સવારે અને રાત્રે પાકુ ભોજન સવારે ચા-નાસ્તો સાથે જ 24 કલાક ચા નાસતો તો ચાલુજ રહેતો હોય છે. અહી રોજ 200 થી 250 પરિક્રમાવાસીઓ લાભ લઈ રહ્યા છે.
https://sandesh.com/maru-saher-maru-gaam


