વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્ર્રી અનેઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4 હજાર બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ્ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સી.એસ.આર. ફ્ંડ અંતર્ગત 7 શાળાના 4 હજાર બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ્ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડો.વનરાજસિંહ મહિડા,આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વી.પી.સંદીપ પારેખ,સેફ્ટી હેડ દિપક સલી ,દેવેન્દ્ર સિંઘ, રોટરીના પ્રોજેકટ ચેરમેન મનીષ પોદ્દાર તેમજ એપીએમસીના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા,શાળાના આચાર્ય પરેશ પટેલ,કેસરીસિંહ સાયણિયા ઉપસ્થિત રહ્યા હતા.


