- ભોલાવના હર્ષ પટેલ અને તેના પરિવાર માટે આશીર્વાદરૂપ યોજના
- કાચું ઘર હતું ત્યારે ઠંડી,ગરમી, વરસાદથી પરેશાની થતી હતી
- નિવાસસ્થાન પુરૂ પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા
રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પુરૂ પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતી ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાક મકાનમાં રહેવા મળશે એવુ સ્વપ્નમાં પણ વિચાર્યુ નહી હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે. જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાને શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે તેમના જુના કાચાં ઘરની જગ્યાએ પાકું ઘર બનાવી શકયા છે.
આ યોજના સહાયથી લાભાન્વિત થનાર ભરૂચ જિલ્લાના ભોલાવ ગામ ખાતે રહેતા પ્રકાશભાઈ બચુભાઈના દીકરો હર્ષ પટેલ જણાવે છે કે મારૂ નામ હર્ષકુમાર પ્રકાશભાઈ પટેલ, ભોલાવ ગામે મારા પરિવારમાં માતા-પિતા અને એક બહેન સાથે રહીએ છીએ. મારા પિતા છુટક કામ કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) નો લાભ મળ્યા પહેલા અમે કાચા ઘરમા રહેતા હતા. કાચું ઘર હોવાથી ઠંડી, ગરમી અને વરસાદથી મારા કુટુંબને પુરતુ રક્ષણ મળતુ ન હતુ. વધુમાં શિયાળો અને ચોમાસા જેવી ઋતુમાં ખુબ મુશ્કેલી નડતી હતી. ગામમાં અન્ય વિસકિત કુટુંબોના પાકા ઘર જોતા અમને થોડું મનદુઃખ થતુ હતુ અને પાકુ ઘર ભવિષ્યમાં બનાવી શકાય એવી પરિસ્થિતિ ન હતી. પણ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ સર્વે-સર્વે ની યાદીમાં સમાવેશ થયો હતો.
અમારૂ મકાન મંજુર થયુ ત્યાર પછી મારા પિતાના ખાતામાં પ્રથમ હપ્તા પેટે રૂા.30000 બેંક ખાતામાં જમા થતા જમા થયેલ રકમનો ઉપાડ કર્યો, તથા કુટુંબના સભ્યો દ્વારા આવાસની કામગીરી શરૂ કરી અને જોત જોતામાં અમારૂ મકાન ઉભુ થઈ ગયુ. આમ કદી ન જોયેલું પાકા ઘરનું સ્વપ્ન અમારૂ પુરૂ થયુ. આ પાકુ મકાન બનાવવા સહાય પેટે રકમ આપવા માટે રાજય સરકારનો હું આભાર માનું છુ. અમારા કુટુંબના સભ્યો સાથે મકાનમાં ખુશીથી રહીએ છીએ.


