ભરુચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા કુલ 123 પંચાયતના તલાટીઓએ ભાગ લીધો હતો. અધિકારીઓએ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામે-ગામે અમલમાં મૂકી શકાય તેવી સાતત્યપૂર્ણ ગ્રામ્ય સ્વચ્છતા પદ્ધતિઓ વિષે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. ત્રણ દિવસ દરમિયાન તમામ પ્રતિભાગીઓએ નીચેના વિષયો પર લાઇવ પ્રદર્શન, પ્રાયોગિક તાલીમ સત્રો અને ઇન્ટરએક્ટિવ લર્નિંગ મોડયુલ્સમાં ભાગ લીધો હતો.
ઘરસ્તરે તથા સમુદાય સ્તરે ભીના અને સૂકા કચરાની છટણી, ભીના કચરામાંથી ઓછા ખર્ચે ખાતર બનાવવાની પદ્ધતિઓ, વિકેન્દ્રિત કચરા પ્રક્રિયા તકનીકો, ગ્રામ્ય વિસ્તારોને અનુરૂપ સુરક્ષિત ઘન કચરા નિકાલ પદ્ધતિઓ, ગુજરાતના પ્રથમ સેનિટેશન પાર્કનું પ્રદર્શન કરાયું હતું. તાલાટીઓએ કેવી રીતે ભીનાં અને સૂકા કચરાનું વ્યવસ્થાપન સરળ, સમુદાય કેન્દ્રિત પદ્ધતિઓ દ્વારા, ખૂબ ઓછા નાણાકીય ખર્ચે કરી શકાય છે. સામાજિક તથા પર્યાવરણીય ક્ષેત્રે ઊંચો લાભ મેળવી શકાય તે વિશે જાણકારી મેળવી. જેમાં ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) નિકુંજ પટેલ, ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારી(રેવન્યુ) જી. એમ. બોરાડ અને તાલુકા વિકાસ અધિકારી, ઝગડિયા ધ્રુવ પટેલે પ્રતિભાગીઓ સાથે સંવાદ સાધી, ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા મજબૂત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. ડીસીએમ શ્રી રામ ફઉન્ડેશનના પ્રતિનિધિઓ સંદીપ વરિઆ અને રજનીકાંત ટંડેલ દ્વારા ચાલી રહેલી સ્વચ્છતા પહેલોના અનુભવ શેર કરીને સહયોગ આધારિત તથા વ્યાપકપણે અમલ કરી શકાય તેવા ઘન કચરા વ્યવસ્થાપન મોડેલના મહત્ત્વને પુનઃપ્રસ્તુત કર્યું હતું.


