- શાકભાજી લેવા આવેલી બાળકી સાથે જાહેરમાં અડપલાં
- આધેડને બાળકી સાથે અડપલાં કરવા પડ્યા ભારે
- અડપલાં કરતા આધેડને લોકોએ મેથીપાક ચખાડ્યો
એક તરફ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઈને જ્યાં સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ લંપટ પ્રકૃતિ ધરાવતા લોકો દ્વારા અવારનવાર મહિલાઓની છેડતીના કિસ્સાઓ સામે આવતા રહે છે. તો ભરૂચમાં એક એવી ઘટના સામે આવી જે જોઈને કોઈપણ લંપટ મહિલાઓ અને દીકરીઓ સામે આંખ ઊંચી કરીને ખરાબ દ્રષ્ટિએ જોવાનો પ્રયાસ નહિ કરે. ભરૂચમાં એક આધેડ દ્વારા એક બાળકી સાથે અડપલાં કરતાં લોકોએ તેને પકડીને બરાબરનો ધીબેડ્યો જાહેર જનતા દ્વારા આધેડની કરવામાં આવેલ જાહેર સરભરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહયો છે.
વાત છે ભરૂચની જ્યાં એક આધેડને બાળકી સાથે આડપલા કરવાનું પડ્યું ભારે પડી ગયું. ભરૂચમાં શાકભાજીનો ધંધો કરતા આધેડે બાળકી સાથે અડપલાં કર્યા. જોકે, આધેડ બાળકી સાથે અડપલાં કરતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો. બસ પછી શું! રોષે ભરાયેલા લોકોએ અડપલા કરનાર આધેડને પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આધેડને મેથીપાક આપતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટના, ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આધેડને પકડીને તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે શાકભાજીનો ધંધો કરતા એક આધેડે પોતાના ત્યાં શાકભાજી લેવા આવેલી બાળકી સાથે જાહેરમાં શરમજનક હડપલા કર્યાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો. જેને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ આધેડની જાહેરમાં સરભરા કરી હતી અને ઢોરમાર માર્યો હતો. એ ડિવિઝન પોલીસની ટીમે વિકૃત માનસિકતા ધરાવનાર આધેડને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


