By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    4 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    6 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bharuch: સ્કૂલ વાનચાલકોની કલેકટર અને વાગરાના ધારાસભ્યને રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Bharuch: સ્કૂલ વાનચાલકોની કલેકટર અને વાગરાના ધારાસભ્યને રજૂઆત

agragujaratnews
Last updated: 2024/06/19 at 4:03 AM
2 years ago
Share
Bharuch: સ્કૂલ વાનચાલકોની કલેકટર અને વાગરાના ધારાસભ્યને રજૂઆત
SHARE

  • ભરૂચ જિલ્લામાં સ્કૂલવાન હડતાલનો પ્રથમ દિવસ સફળ
  • સરકાર અને આરટીઓના નવા નિયમોના પગલે આર્થિક ભારણ વધી જશે
  • ભરૂચના સ્કૂલવાનના ચાલકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

ભરૂચ જિલ્લામાં સ્કુલવાન હડતાલનો આજે પ્રથમ દિવસ હતો જેમાં સ્કુલવાનના ચાલકોએ સ્કુલવર્ધીના કામકાજથી અળગા રહ્યા હતા તેથી હડતાલ 100 ટકા સફળ સાબિત થઈ હતી. સ્કુલવાન ચાલકોએ ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પોતાની માંગણી અંગે રજુઆત કરી હતી. તેમજ તેના નિરાકરણ અંગે વિનંતી કરી હતી. ત્યારે વાગરા ધારાસભ્યે આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

ભરૂચ જિલ્લામાં ફરતી સ્કુલવાનની આજે હડતાલના પ્રથમ દિવસે હડતાલ 100 ટકા સફળ સાબિત થઈ હતી. જેના પગલે વહેલી સવારના સમયે વાલીઓ શાળાએ પોતાના સંતાનોને મુકવા જતા જણાયા હતા. આવી પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાના વાન ચાલકો પૈકી આશરે 100 વાન ચાલકો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભેગા થયા હતા. ભેગા થયેલા વાનચાલકોએ જિલ્લા કલેકટરને સમસ્યાઓ જણાવી લેખિતમાં પણ રજુઆત કરી હતી. ત્યારબાદ વાનચાલકો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને મળી રજુઆત કરી હતી.

વાનચાલકોના આગેવાનોએ જણાવ્યુ હતુ કે, તેઓની આર્થિક પરિસ્થિતિ ખુબ નાજુક છે. જેમ તેમ કરીને તેઓ પોતાના કુટુંબનુ ભરણપોષણ કરી રહ્યા છે ત્યારે સરકાર અને આરટીઓના નવા નિયમોના પગલે તેમની પર આર્થિક ભારણ વધી જશે અને સાથે જ તેઓ જો સ્કુલવાનમાં આવતા બાળકોના વાલીઓ પાસેથી વધુ ભાડૂ વસુલશે તો વાલીઓને પણ આર્થિક સંકટ ઉભુ થશે, જેના પગલે આ સમસ્યાઓ અંગે યોગ્ય કરવા માગ કરી હતી.

આ સમયે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ જણાવ્યુ હતુ કે, સરકારી ધારાધોરણ મુજબ તમારી તમામ ફરિયાદો અંગે ઉપર સરકારમાં રજુઆતો કરવામાં આવશે અને યોગ્ય સકારાત્મક પરિણામ લાવવા માટે પુરતો પ્રયાસ કરવામાં આવશે. તેવા સમયે વાનચાલકોએ એમ જણાવ્યુ હતુ કે, રાજયમાં દરેક સ્કુલના વાન ચાલકોનું સઘન ચેકીંગ ચાલી રહ્યુ છે. જેના કારણે આરટીઓ કચેરીના નિયમો મુજબ વાનચાલકોને રૂા.10 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે જે ઉપરાંત દંડ વસુલ્યા બાદ પણ વાનચાલકોની પ્રાઈવેટ પાર્િંસગ વાનને સ્કુલમાં ફેરવવા માટે યોગ્ય કરવા રજુઆત કરવામાં આવી છે. વધુમાં વાન ચાલકોએ જણાવ્યુ કે, તેઓ આરટીઓના નિયમોનું પાલન કરવા જાય તો વાર્ષિક રૂા.40થી 45 હજાર ખર્ચ થાય છે. જે તમામ ખર્ચનો બોજ સ્કુલના બાળકોના વાલીઓ પર નાંખવામાં આવે તો તેમને પણ પરવડે તેમ નથી. વાનચાલકો ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય માત્ર સ્કુલ વાનની આવક ઉપર વાનચાલકોના પરિવાર નભી રહ્યા છે. તેથી દંડ રદ કરવામાં આવે અને હાલમાં આ સમસ્યા અંગે યોગ્ય નિરાકરણ કરી વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે કે જેથી વાનચાલકો અને બાળકોના વાલીઓને આર્થિક રીતે પરવડે તેવી રજુઆત કરી હતી.

સ્કૂલ પાર્સિગ વાન અંગે ખાસ કાર્યવાહી કરવા રજૂઆત

સ્કુલવર્ધીની વાનના ચાલકોએ એવી રજુઆત કરી હતી કે, તેમના વાહનને એટલે કે વાનને સ્કુલવર્ધીના વાન તરીકેની કાયદેસરની પરમીશન અપાવવા અંગે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જે અંગેનો ખર્ચ જે હાલમાં થઈ રહ્યો છે તેના કરતા પોષણક્ષમ કરવા માટે પણ રજુઆત કરી હતી. ધારાસભ્યે જણાવ્યુ હતુ કે, આ અંગે યોગ્ય વિચારણા થઈ શકે તેમ છે. જો કે આ તમામ નિર્ણયો ગુજરાત રાજય સરકારે લેવાના હોય છે. અમે ઉપર રજુઆત કરીશું.

વાલીઓ શાળાએ મુકવા જતાં ટ્રાફિક જામ સર્જાયો

ભરૂચ : સ્કુલવાન હડતાલના પ્રથમ દિવસે વિદ્યાર્થી સંતાનોના વાલીઓ શાળા ખાતે વિદ્યાર્થીઓને મુકવા જતા શાળા વિસ્તારમાં ટ્રાફીકજામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચની જુદી જુદી શાળાઓમાં ગેટ પર વાલીઓની બાઈક અને કારનો જમાવડો થઈ ગયો હતો. આશરે 1 કલાક સુધી વિવિધ શાળા વિસ્તારમાં અવરજવર અંગેની તકલીફ સર્જાઈ હતી.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ
રાજકોટ

ડિવોર્સી વગર પરિણીત વ્યકિત લિવ ઇનમાં રહી શકે નહી : અલ્હાબાદ હાઇકોર્ટ

Editor By Editor 7 days ago
ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો : હેમાંગ રાવલ
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?