ઝઘડિયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળા રાષ્ટ્રીય કક્ષા એ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિ રજુ કરતા મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાષ્ટ્રીય કક્ષા એ ગુજરાતમાંથી આઠ પ્રાથમિ શાળાની કૃતિઓ પસંદ થઇ હતી. જેમાં નવા ટોઠીદરા ગામની પ્રાથમીક શાળાની કૃતિ પસંદ પામી હતી.
મધ્યપ્રદેશ ના ભોપાલ ખાતે ગત તા 18 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી 52 માં રાષ્ટ્રીય કક્ષા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેમાં સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શાળા ના બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ રજુ કરી હતી.આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ આઠ કૃતિઓ પસંદ થઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકાના નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વેશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જૈનિલ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લઇ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું કૃતિમાં લાઇટના થાંભલા પર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વડે જાણ થઈ જાય. જેથી લોકો તે થાંભલા થી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે . બીજા પોલ પર જી.પી.એસ. સિસ્ટમ લગાવેલી હતી જયારે થાંભલો તૂટે તો તેની જાણ જી.ઈ.બી.ને તરત મેસેજ અને લોકેશન મળી જાય જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે. તેવું દર્શાવવામાં આવ્યું હતું આ કૃતિ મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મુલાકાતીઓ એ પ્રોજેકટની ખૂબ પ્રશંસા કરી હતી.


